પોરબંદરના સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે તેમના દીકરા નૈમીષ ધડુક કોરોના સંક્રમિત થયા હતા. જો કે, એક વાત પણ છે કે, તેમના પરિવારે સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી ગત અઠવાડિયે પરિવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. આ જન્મોત્સવમાં ગીતા રબારી સહિતના કલાકારો એકઠા થયા હતા. ત્યારે ઉજવણી સાંસદને ભારે પડી છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પોરબંદરના સાંસદ રમેશ ધડુકના દીકરા નૈમીષ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. તેમજ ધાર્મિક કાર્યનું આયોજન કરી લોકોને એકઠા કર્યા હતાં.
આજ રોજ મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેથી મારા સંપર્ક માં આવેલ હોય તે તમામ લોકો સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થય જાય.
— Rameshbhai Dhaduk (@RameshDhadukMP) August 17, 2020
આ કાર્યક્રમમાં 50 લોકોની જગ્યાએ વધુ લોકો એકત્ર થયા હતા. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા પણ પગલા લેવામાં આવ્યાં ન હતાં. સાંસદ રમેશ ધડુકના પૌત્રને કાનુડો બનાવવામાં આવ્યો હતો. પૌત્રના જન્મ બાદ પ્રથમ જન્માષ્ટમી આવતા ઉજવણી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.