મહારાષ્ટ્રના રાજકારણમાં સરકાર બનાવાને લઇ સંગ્રામ મચ્યો છે. એક બાજુ શિવસેના જે કોઇપણ રીતે મહારાષ્ટ્રમાં સત્તાના સિંહાસન પર બેસવા માંગે છે તો બીજીબાજુ એનસીપી છે જે પોતાની શરતો પર શિવસેનાની સાથે મળીને સરકાર બનાવા માંગે છે. તો કોંગ્રેસ હજુ સુધી નક્કી જ કરી શકી નથી કે વિપરીત વિચારધારાઓવાળા પક્ષ સાથે દોસ્તી કરાય કે નહીં. આ બધાની વચ્ચે સત્તામાં હિસ્સેદારીને લઇ પણ કોંગ્રેસ અને એનસીપીમાં ચર્ચા ચાલી રહી છે.
મંગળવારના રોજ મુંબઇના વાઇબી ચૌહાણ સેન્ટરમાં દિલ્હીથી ગયેલા ત્રણ કોંગ્રેસ નેતાઓ અહમદ પટેલ, મલ્લિકર્જુન ખડગે અને કેસી વેણુગોપાલે એનસીપી પ્રમુખ શરદ પવારની સાથે બેઠક કરી. સૂત્રોના મતે આ બેઠકમાં ચાર મુખ્ય બાબતો પર ચર્ચા થઇ. એનસીપીએ એ વાત પર જોર આપ્યું કે સ્થાયી સરકાર માટે કોંગ્રેસને સરકારનો હિસ્સો બનાવો જોઇએ. જ્યારે કોંગ્રેસનું જોર કોમન મિનિમમ પ્રોગ્રામ પર રહ્યું. ત્યાં સરકારમાં ભાગીદારી પર પણ એનસીપીએ પોતાની ફોર્મ્યુલા સામે મૂકી.
રોટેશનલ સીએમ માંગે છે એનસીપી
સૂત્રોના મતે કોંગ્રેસ અને એનસીપીની બેઠકમાં મુખ્યમંત્રી પદને લઇ પણ ચર્ચા થઇ છે. મીટિંગમાં એનસીપીએ ફોર્મ્યુલા મૂકી કે શિવસેના અને તેની વચ્ચે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની વહેંચણી કરવામાં આવે જ્યારે કોંગ્રેસને પૂરા પાંચ વર્ષ માટે ડેપ્યુટી સીએમનું પદ મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.