પવાર જેની પ્રસંશા કરી રહ્યા છે તે પક્ષપલટા વિરોધી કાયદો શું છે?

મહારાષ્ટ્રમાં શનિવારે જે નાટકીય ઘટનાક્રમનાં વચ્ચે જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)નાં પ્રમુખ શરદ પવાર પ્રેસ કોંન્ફરન્સમાં આવ્યા તો તેમણે પોતાની પાર્ટીનાં ધારાસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદાને લઇને ચેતવણી આપી .

ખરેખર શરદ પવારનાં ભત્રીજા અજીત પવારનાં નેતૃત્વમાં એનસીપીનાં ધારાસભ્યોનાં સમર્થનનો દાવો ભાજપા કરી રહી છે.સંખ્યા કેટલી છે.કોઇને ખબર નથી.એનસીપીનાં 54 ધારાસભ્યો છે.જ્યારે ભાજપાનાં 105 ધારાસભ્યો છે.સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનાં સમર્થનની જરૂર છે.

શું છે આ પક્ષપલટા વિરોધી કાયદો?

પક્ષપલટા વિરોધી કાયદો 1 માર્ચ 1985માં અસ્તીત્વમાં આવ્યો.જેથી પોતાની સુવિધાનાં હિસાબે પાર્ટી બદલતા ધારાસભ્યો અને સાંસદો પર લગામ લગાવી શકાય.

1985 પહેલા પક્ષપલટા વિરોધી કાયદો ન હતો.તે સમયે આયા રામ ગયા રામ કહેવત ખુબ પ્રચલિત હતી.

ખરેખર 1960-70નાં દશક એવો સમય પણ આવ્યો જ્યારે નેતાઓએ એક જ દિવસમાં બે-બે પાર્ટીઓ બદલતા હતા.30 ઓક્ટોબર 1967માં હરીયાણાનાં એક ધારાસભ્ય ગયા લાલે એક જ દિવસમાં બે વખત અને 15 દિવસમાં ત્રણ વખતપાર્ટી બદલી તેઓ પહેલા કોંગ્રેસમાંથી જનતા પાર્ટીમાં ગયા,ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા અને માત્ર નવ જ કલાકમાં બીજી વખત જનતા પાર્ટીમાં જતા રહ્યા ત્યાર બાદ આયા રામ ગયા રામ મુહાવરો પ્રચલિત બન્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.