વડોદરા શહેરમાંથી એક યુવતી સુરત ખાતે લગ્ન પ્રસંગમાં આવી હતી.વાલક પાટીયાથી સુરત સ્ટેશન સુધી જવા માટે એક રીક્ષામાં બેસી હતી. જોકે સ્ટેશન પાસે ઉતર્યા બાદ તે પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગઈ હતી. જેના લીધે તે ચોકી ગઈ હતી અને ખૂબ ચિંતામાં પણ મુકાઈ ગઈ હતી. કારણ કે બેગમાં 8 લાખની કિંમતના સોનચાંદી ના ઘરેણાં પણ હતા. તે તાત્કાલિક મહિધરપુરા પોલીસ મથકે પહોંચી અને બેગ રિક્ષામાં ભૂલી ગઈ હોવા બાબતે પોલીસ ને જણાવ્યું હતું.
મહિધરપુરા પોલીસે પણ ગંભીરતા દાખવી તાત્કાલિક તપાસ શરુ કરી હતી. અને 10 થી 12 કલાક સુધી શોધખોળ કરી બેગ સુરક્ષિત અપાવી હતી. પોલીસે જણાવ્યા મુજબ વડોદરા ખાતે રહેતી હેની પટેલ પોતાની બહેનો તથા માતા સાથે 7 મીએ લગ્ન પ્રસંગમાં સુરત આવી હતી.
વાલક પાટીયાથી તેઓ અલગ અલગ રીક્ષામાં બેસ્યા હતા.યુવતી જે રિક્ષામાં બેસી હતી તેમાં જ પોતાની બેગભૂલી ગઈ હતી.બેગમાં ઘરેણાં તેમજ કિંમતી વસ્તુ સહિત 8 લાખની મતા હતી , આ અંગે તેણીએ પોલીસને જાણ કરી હતી.ત્યારે પીએસઆઇ એન.જી.મોઢવડીયા અને તેમાના રાઈટર સહિતની એક ટીમે તાત્કાલિક તપાસ શરુ કરી હતી.પોલીસે વાલક પાટીયાથી લઈને સુરત સ્ટેશન સુધીના સીસી ટીવી કેમેરા ચેક કરી રીક્ષાને ટ્રેક કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે યુવતીને સાથે લઈ જઈ તે જે જગ્યાએથી રીક્ષામાં બેઠી હતી અને જે જગ્યા પર ઉતરી હતી તે દરમ્યાન આવતા તમામ સીસીટીવી ફૂટેજ તેમજ તમામ પોલીસ મથકોના સીસીટીવી ફૂટેજ અને પોલીસ કંટ્રોલમાં સુરત શહેરના સીસીટીવી ફૂટેજ ચેક કરી રીક્ષા ચાલકની શોધખોળ કરી હતી.
રીક્ષા ચાલકની ખબર મળ્યા બાદ પોલીસની ટીમ પર્વત પાટિયા પહોંચી હતી. અને ત્યારબાદ રીક્ષા ચાલકે સહી સલામત દાગીના ભરેલી બેગ યુવતીને પરત આપી હતી. પોતાની બેગ સહી સલામત મળતા યુવતીએ હાશકારો અનુભવ્યો હતો. અને રીક્ષા ચાલક અને પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમજ પોલીસે કરેલી કામગીરીની ભરપૂર પ્રસંશા પણ કરી હતી
મળતી માહિતી પ્રમાણે રીક્ષા ચાલકને રીક્ષામાં બેગ હોવાનું માલુમ જ ન હતું. પોલીસને જાણ કર્યા બાદ તેણે રીક્ષામાં તપાસ કરી હતી અને રિક્ષામાંથી બેગ મળી આવ્યું હતું. રીક્ષા ચાલકની ઇમાનદારીને પણ પોલીસે બિરદાવી હતી. પોલીસ અને રિક્ષાચાલકે લોકોને એક મેસેજ આપ્યો હતો કે બેગમાં આપણા નામ અને સરનામાના ટેગ અચૂકથી લગાવવા જોઈએ, આમ તો દરેક વ્યક્તિની દાનત ખરાબ નથી હોતી. અને સારા વ્યક્તિઓ આવી કિંમતી ભરેલી બેગ આપવા દૂર સુધી એડ્રેસ પર પરત આપી જવાને પોતાની જવાબદારી પણ સમજે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.