કોરોનાના વધતા જતા જોખમના કારણે રેલવેએ 31 માર્ચ સુધી તમામ ટ્રેનો રોકી દીધી છે.
ભારતમાં એક પણ ટ્રેન નહી દોડે .31માર્ચ સુધી કેન્સલ થયેલી ટ્રેનોનુ રિફંડ લોકો 21 જુન સુધી મેળવી શકશે.રેલવેના કહેવા પ્રમાણે આ ટ્રેનોમાં જે લોકોએ ટિકિટ બૂક કરાવી છે તેમને 21 જુન સુધી રિફંડ માટે સમય આપવામાં આવશે.
રેલવેનુ એમ પણ કહેવુ છે કે, લોકોને ટિકિટના તમામ પૈસા પાછા આપવામાં આવશે.લોકોને રિફંડ મેળવવામાં તકલીફ ના પડે તે માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવશે.
જોકે રેલવેએ સ્પષ્ટતા પણ કરી છે કે, પેસેન્જર ટ્રેનો રદ કરાઈ છે પણ આવશ્યક વસ્તુઓનો સપ્લાય યથાવત રહે તે માટે માલગાડીઓ ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.