રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલા પ્રથમ રાઉન્ડમાં પાછળ, ભાજપને ઝટકો

ગુજરાતમાં હાલમાં 6 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી થઈ રહી છે. અહીં બેલેટપેપરની ગણતરીમાં 2 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. સૌથી મોટી બાબત એ છે કે, રાધનપુર અને બાયડમાં પ્રથમ રાઉન્ડમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યાં છે. બાયડમાં બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સરકારી કર્મચારીઓ સરકારની કામગીરીથી નારાજ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવસિંહ ઝાલાએ કોંગ્રેસને છોડીને ભાજપનો પાલવ પકડ્યો છે. હાલમાં શરૂઆતના ટ્રેન્ડમાં આ બંને નેતાઓને ઝાટકો લાગે તેવી રિઝલ્ટ બહાર આવી રહ્યાં છે. અલ્પેશ ઠાકોર એ ઠાકોર સમાજનો કદાવર નેતા છે. અલ્પેશ માટે આ ચૂંટણીમાં ઘણું બધુ દાવ પર લાગ્યું છે. ગુજરાતમાં 6માંથી 4 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણીને લઈને આજે પરિણામ આવવાનું છે. ગત 21 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 50.35 ટકા જેટલું મતદાન થયું હતું. પેટાચૂંટણીની છ બેઠકો પર કુલ 42 ઉમેદવારો મેદાને છે.અને 1781 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયુ હતુ. લોકોમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો ન હતો.જોકે તેમ છતાં ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે આજે પેટાચૂંટણીમાં કોને કેટલી બેઠક મળે છે.તેના પર સૌની નજર છે. અમરાઈ વાડી બેઠક પર સૌથી ઓછુ 31.2 ટકા મતદાન થયુ હતુ. રાધનપુર બેઠક પર 59.9 ટકા મતદાન થયુ હતુ. જ્યારે બાયડ બેઠક પર 59.9 ટકા મતદાન થયુ હતુ. આ ઉપરાંત થરાદ બેઠક પર 65.5 ટકા મતદાન થયુ હતુ.જ્યારે ખેરાલુ બેઠક પર 57.1 અને  લુણાવાડા બેઠક પર 47.5 ટકા મતદાન થયુ હતુ. આજે સવારે આઠ વાગ્યાથી મત ગણતરી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે..જેમાં સૌ પ્રથમ બેલેટ પેપરથી મતદાન થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.