રાધનપુરમાં અલ્પેશ માટે વધુ એક મુસીબત, આ સમાજે મીટીંગમાં ધારદાર રજૂઆત કરતા ભાજપ જવાબ જ ન આપી શક્યું

રાધનપુર વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા સમાજની બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગઈકાલે રાત્રે દરજી સમાજની બેઠક મળી હતી, જો કે આ બેઠકમાં સમાજના આગેવાનોએ ભાજપના નેતાઓનો ઉધડો લીધો હતો. ત્યારે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં દરજી સમાજના લોકો ભાજપના નેતાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરતાં નજરે પડે છે.

રાધનપુરના પ્રશ્નોને લઈને દરજી સમાજના આગેવાનોએ ધારદાર રજૂઆત કરતા ભાજપના આગેવાનોએ જવાબ આપવાનું ટાળ્યું હતું. બેઠકમાં ભાજપના આગેવાનો દ્વારા સંતોષકારક જવાબ ન મળતા દરજી સમાજના લોકો રોષે ભરાયા હતા. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પણ બેઠકમાં રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાતને કબૂલી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.