રાફેલ ડીલની તપાસ માટે દાખલ રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. કેન્દ્રની મોદી સરકારને મોટી રાહત આપતા ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેન્ચે સરકારને ક્લીનચિટ આપી. સંવિધાનની બેન્ચે કહ્યું કે કેસની અલગથી તપાસ કરવાની કોઇ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલોને તર્કસંગત અને પર્યાપ્ત ગણાવતા માન્યું કે કેસના મેરિટને જોતા ફરીથી તપાસના આદેશ આપવાની કોઇ જરૂર નથી.
રાફેલ યુદ્ધવિમાન સોદાનો કેસ: શું હતો સુપ્રીમનો ચુકાદો
14 ડિસેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આરોપ મૂકતા કેસમાં ચુકાદો આપતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને તમામ આરોપોમાંથી ક્લીનચીટ આપી દીધી હતી. ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ફ્રાન્સની સરકાર વચ્ચે થયેલા સંરક્ષણ સોદામાં સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં. તે ઉપરાંત વિમાનની ખરીદપ્રક્રિયા પર કોઇ સવાલ ઊભા કરાયા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.