રાધનપુરના રઘુભાઈ દેસાઈ નો કોઈ સેવા ભાવજ નથી , આ કોઈ સેવાભાવી માણસ છે જ નહીં રાજનીતી થકી લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે અલ્પેશ ઠાકોરનો આક્ષેપ રાધનપુર વિધાનસભા માં રઘુભાઈ દેસાઈએ પોતાની માતૃ શ્રી ના નામની હોસ્પિટલમાં સ્વાસ્થ્ય કાર્ડ વીતરણને મંજૂરી બાદ અલ્પેશ ઠાકોર દ્રારા તંત્ર ને જાણ બાદ મંજૂરી રદ કરી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.આ વિતરણ અટકાવ્યા બાદ રઘુભાઈ દેસાઈ એ સેવાકીય પ્રવૃત્તિ અટકાવી પોતે ડરી ગયા હોવાનું નિવેદન આપ્યું હતું . આ નિવેદન બાદ અલ્પેશ ઠાકોરે રઘુભાઈ દેસાઈ વિરુદ્ધ કટાક્ષ કરતો વીડિયો ફેસબુક માં અપલોડ કર્યો છે આ વીડિયો માં અલ્પેશ ઠાકોરે રઘુભાઈ દેસાઈ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે એમનો કોઈ સેવાનો ભાવ જ નથી આ કોઈ સેવાભાવી માણસ છે જ નહીં એમનો ભાવ છે રાજનીતિ , રાજનીતિ થકી લોકોને મૂર્ખ બનાવવા નો આ સંસ્થાની કરોડો રૂપિયાની મહામૂલી જગ્યા ટોકન ભાવે લઈ લીધી અને આ જગ્યાએ પોતાના ધંધા ના આશય થી હોસ્પિટલ બનાવી ખોટો વ્યાપલો ચલાવે છે.આ તમામ કાર્ડ જે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કાર્ડ ચાલી રહ્યા છે તેવા કાર્ડ જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૈસા આપે છે તેવા જ કાર્ડ તેમણે માત્ર તે કાર્ડ માં સિસ્ટમ ડેવલોપ કરી જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હોસ્પિટલ ને બહુ જ પૈસા આપશે પણ તેમના તરફ થી કોઈ મફત સારવાર હોય તેવું કાય જ નથી.લોકોને મૂર્ખ બનાવવા જાય છે.સરકારી યોજનામાં પાંચ પાંચ લાખ રૂપિયા મળે છે.તમે કોઈ એવા દાતા નથી તમે એવા કોઈ દાનવીર નથી.તમે જે કાય કરો છો તે રાજનીતિ માટે કરી રહ્યા છો લોકોને કહેવા માગું છું લોકોના એક દર્દી માટે થતું હોય તો હું સલામ મારવા તૈયાર છું.લોકો ના કામ થતું હોય તેમાં અડચણ રૂપ થવું એ મારું કામ નથી આમ અલ્પેશ ઠાકોરે રઘુભાઈ દેસાઈ ની હોસ્પિટલમાં વિતરણ કાર્ડ માં કેવી સેવાકીય પ્રવર્તી કરી રહ્યા છે તે ફેસબુક માં વીડિયો ડાઉનલોડ કરી જણાવ્યું હતું.આ વીડિયો રાધનપુર વિધાનસભા માં ખુબજ ચર્ચા નો વિષય બન્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.