રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઇ)ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન સરકારી બેંકોને ખાનગી મોટી કંપનીઓની વેચવાના નિર્ણયની વિરુધ્ધમાં છે. તેમણે કહ્યું કે સરકારી બેંકોને મોટી કંપનીઓને વેચવાનો નિર્ણય ભુલભરેલો હશે. એમનું નિવેદન એટલા માટે મહત્ત્તવનું છે
બેંકના યુનિયને 15 અને 16 માર્ચે એમ બે દિવસ માટે દેશભરની સરકારી બેંકના કર્મચારીઓની હડતાળનું એલાન કરેલું છે. જેને કારણે 4 દિવસ સુધી બેકીંગ કામકાજો પર અસર રહેવાની સંભાવના છે.
તેમણે કમજોર સરકારી બેંકોના ખાનગીકરણની પ્રક્રિયા સફળ રહેવા બાબતે શંકા વ્યકત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે સરકારી બેંકોને કોર્પોરેટ હાઉસને વેચી દેવીએ મોટી ભૂલ હશે. આ વર્ષે 1 ફેબ્રુઆરીએ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું હતું
આરબીઆના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારું માનવું છે કે સરકારી બેંકોને ખાનગી કંપનીઓના હાથમાં સોપવાનો નિર્ણય સરકારીની મોટી ભુલ હશે. મોટી સરકારી બેંકોને વિદેશી બેંકોને વેચવી પણ રાજનીતિક રીતે વ્યવહારીક નહીં બનશે.
લોકોની મુશ્કેલી એટલા માટે વધી શકે છે કારણે કે હડતાળના બે દિવસ પહેલાં શનિ અને રવિવારે બેકીંગ કામકાજ રજાને લીધે બંધ હતા અને હવે સોમવાર અને મંગળવારે હડતાળના એલાનને કારણે 4 દિવસ સુધી બેકીંગ કામકાજ ખોરવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.