રઘુરામ રાજને નિર્મલા સીતારમનને આપ્યો એવો જવાબ કે ભાજપની બોલતી થઈ જશે બંધ, મોદી સરકાર થશે ચૂપ

ભારતના બેન્કિંગ ક્ષેત્રની મુશ્કેલીઓ મામલે નાણાંપ્રધાન નિર્મલા સિતારમનને રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ઉપર આક્ષેપો મૂકતા કહ્યું કે, રાજને ભારતીય બેન્કિંગ ક્ષેત્રના સૌથી ખરાબ દિવસોમાં આગેવાની કરી છે. તેના વળતા જવાબમાં રઘુરામ રાજને સિતારમનને યાદ અપાવ્યું કે, RBIના ગવર્નર તરીકે તેનો તેમનો બે તૃત્યાંશ જેટલો કાર્યકાળ ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના શાસનકાળમાં વિત્યો છે.

5મી સપ્ટેમ્બર 2013થી સપ્ટેમ્બર 2016 સુધી RBIના ગવર્નર રહેલા રઘુરામ રાજને કહ્યું કે, તેમના કાર્યકાળથી જ બેન્કિંગ ક્ષેત્રને સાફ સુથરું કરવાની કામગીરી શરૂ થઇ ચૂકી હતી. દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે નવી પેઢીના સુધારણાની આવશ્યકતા છે. 5 ટકાનો વિકાસદર એ ભારતમાં વ્યાપક આર્થિક મંદીના સંકેત આપે છે.

રાજને વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ સરકારના શાસનકાળ હેઠળ મેં 8 મહિના કામગીરી કરી છે અને ત્યારબાદ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના શાસનકાળમાં 26 મહિના સુધી RBIના ગવર્નર તરીકે રહ્યો છું. એટલે કે મે ભાજપ સરકાર સાથે જ વધારે સમય સુધી કામગીરી કરી છે. અલબત રાજને એવી પણ સ્પષ્ટતા કરી કે તેઓ કોઇ રાજકીય વિવાદમાં પડવા માંગતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.