દિલ્હી એમ્સમાં એક વાર ફરી ઓપીડી બંધ,ફક્ત રજિસ્ટ્રેશન વાળા દર્દીઓને જ એમ્સમાં એન્ટ્રી મળશે

દિલ્હીના વધતા કેસને જોતા દિલ્હી એમ્સે એક વાર ફરી ઓપીડી બંધ કરવાનો નિર્ણય લીધો છે.  દિલ્હી એમ્સની ઓપીડીને કાલ(ગુરુવાર)થી બંધ કરી દેવામાં આવશે. હવે ફક્ત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે.

એટલું જ નહીં ઓનલાઈન રજીસ્ટ્રેશનની પણ સમય સીમા નક્કી કરવામાં આવી છે. દરેક વિભાગમાં પ્રતિદિન વધારેમાં વધારે 50 રજિસ્ટ્રેશન થશે.

એમ્સ તરફથી કહેવામાં આવ્યું છે કે ગુરુવારે ઓપીડી બંધ કરવામાં આવશે. જાણકારી મુજબ આવનારા 4 અઠવાડિયા સુધી ઓપીડી બંધ રાખવાનો નિર્દેશ જારી કરવામાં આવ્યો છે

દિલ્હીમાં બુધવારે 5100 નવા કેસ સામે આવ્યા છે અને 17ના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ  685062 કેસ નોંધાયા છે. 11113 મોત થયા છે. જેને પગલે દિલ્હીમાં સરકારે 30 એપ્રિલથી રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂનું એલાન કર્યુ છે.

નાઈટ કર્ફ્યૂ દરમિયાન રાશન, કરિયાણુ, ફળ, શાકભાજી, દૂધ અને દવા સાથે જોડાયેલા દૂકાનદારોને ઈ પાસના માધ્યમથી જ અવર જવર કરવાની છુટ આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.