રાહ જુઓ, એક દિવસ PoKના લોકો જ ભારતમાં સામેલ થવાનું કહેશે: રાજનાથ સિંહ

 

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે રાહ જુઓ એક દિવસ એવો સમય આવશે કે પાક અધિકૃત કાશ્મીરના લોકો પણ કહેશે કે તેઓ ભારતમાં સામેલ થવા ઈચ્છે છે.

વીડિયો કૉન્ફરન્સ દ્વારા જમ્મુ જન સંવાદ રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યુ કે આગામી પાંચ વર્ષમાં જમ્મુ કાશ્મીરની તસવીર એટલી બદલાઈ જશે કે પીઓકે જ કહેશે કે અમારે ભારત સાથે રહેવુ છે પાકિસ્તાનની સાથે નથી રહેવુ અને જે દિવસે આવુ થશે તે દિવસે અમારા સંસદનો પણ સંકલ્પ પૂરો થઈ જશે.

રક્ષા મંત્રીએ ભારતની બદલેલી રક્ષા નીતિનો ઉલ્લેખ કરતા કહ્યુ કે મોસમ બદલાઈ ચૂક્યો છે. આપણી ચેનલો મુઝફ્ફરાબાદ-ગિલગીટના તાપમાનનું વર્ણન કરી રહી છે. આ વર્ણન બતાવવાના કારણે હવે ઈસ્લામાબાદમાં પણ કંઈક હિલચાલ થવા લાગી છે અને તેથી આ લોકો વધારે તોફાન કરવા લાગ્યા છે પણ સેના આવા તોફાનનો જડબાતોડ જવાબ આપી રહી છે.

હવે કાશ્મીરમાં ISISનો ધ્વજ નથી દેખાતો

રક્ષા મંત્રીએ પોતાના સંબોધન દરમિયાન આતંકવાદીઓ દ્વારા હત્યા કરાયેલા સરપંચ પંડિતાને પણ શ્રદ્ધાંજલિ આપી. આ સિવાય તેમણે 1947માં કાશ્મીર ખીણમાં ધ્વજ ફરકાવનારા મોહમ્મદ મકબુલ શેરવાનીને પણ યાદ કર્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.