બુધવારે ઘરેલુ ક્રિકેટના સૌથી મોટા ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની શરૂઆત થઈ ગઈ છે. રણજી ટ્રોફીનો પહેલો દિવસ કેટલાક સ્ટારના નામે રહ્યો. જી હાં, ભારતને 5મી વખત અંડર-19 ચેમ્પિયન બનાવનાર યશ ઢુલે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની પહેલી જ મેચમાં સદી લગાવી તો ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા અજિંક્ય રહાણેએ પણ સદી બનાવી. મનીષ પાંડેએ 83 બોલમાં સદી લગાવી અને મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહેલી મેચમાં અજિંક્ય રહાણેએ પણ ફોર્મમાં વાપસી કરતા 108 રન બનાવ્યા હતા.
લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહેલા રહાણે માટે આ સદી ખૂબ જ ખાસ છે. આગામી મહિને ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ 2 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે અને આ સીરિઝ માટે રહાણેના સિલેક્શન પર સસ્પેન્સ છે. એવામાં તેને ટીમની જાહેરાત થવા પહેલા પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી દીધી છે. હાલમાં જ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ એક નિવેદનમાં રહાણે અને પૂજારાને રણજીમાં રમવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે હાં તેઓ ખૂબ સારા ખેલાડી છે અને આશા છે કે રણજી ટ્રોફીમાં પાછા જશે અને ઘણા બધા રન બનાવશે, જે મને વિશ્વાસ છે કે તેઓ કરશે.
રણજી ટ્રોફી એક મોટી ટૂર્નામેન્ટ છે અને અમે બધાએ ટૂર્નામેન્ટ રમી છે. અજિંક્ય રહાણે સિવાય આ મેચ મુંબઈ માટે સરફરાજ ખાને પણ શાનદાર સદી લગાવી અને 121 રનના સ્કોર પર નોટઆઉટ રહ્યો. પહેલા દિવસે મુંબઇનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 263 રહ્યો. એક અન્ય મેચમાં કેપ્ટન મનીષ પાંડેએ રેલવેઝ વિરુદ્ધ વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે 121 બોલ પર 156 રન બનાવ્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની આ 19મી સદી છે અને ઇનિંગ દરમિયાન મનીષ પાંડે ખૂબ જ આક્રમક નજરે પડ્યો અને માત્ર 83 બોલમાં જ પોતાની સદી પૂરી કરી. ચોથી વિકેટ માટે તેણે કે. સિદ્ધાર્થ સાથે 267 રન બનાવ્યા.
દિવસની રમત પૂરી થવા સુધી કર્ણાટકનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 392 રહ્યો. સિદ્ધાર્થ 140ના સ્કોર પર નોટઆઉટ છે. રેલવેઝ માટે શિવમ ચૌધરીએ 2 વિકેટ લીધી. રણજી ટ્રોફીમાં કેરળની મેચ મેઘાલય સાથે ચાલી રહી છે. મેઘાલયની ટીમ પહેલી ઇનિંગમાં 148ના સ્કોર પર સમેટાઇ ગઈ. કેપ્ટન પુનિત બિષ્ઠ (94) ટોપ સ્કોરર રહ્યો. ફિક્સિંગના આરોપમાં ફસાયા બાદ શ્રીસંતને 9 વર્ષના લાંબા સમય બાદ ફર્સ્ટ ક્લાસમાં રમવાનો ચાન્સ મળ્યો અને તેણે 2 વિકેટ લીધી. દિવસની રમત સમાપ્ત થવા સુધીમાં કેરળનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 205 રહ્યો. રોહન કુન્નુમ્મલે સૌથી વધારે 107 રન બનાવ્યા તેમજ ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરી રહેલા U-19 વર્લ્ડ કપના કેપ્ટન યશ ઢુલે દિલ્હી માટે શાનદાર સદી લગાવી. યુવા ખેલાડીએ તામિલનાડુ વિરુદ્ધ 113 રન બનાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.