રાહતના સમાચારઃ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અવર-જવર માટે પાસની જરૂરિયાત નહીં

 

ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માંગતા હજારો લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ હવે આજથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માંગતા લોકોએ પાસ લેવાની જરૂર રહેશે નહીં.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પાસ કઢાવવાની જરૂર રહેશે નહીં. જ્યારે કે, કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા લોકો તે વિસ્તારમાંથી બહાર નહીં નીકળી શકે અને અન્ય કોઇ લોકો પણ કન્ટેઇનમેન્ટ ઝોનમાં નહીં જઇ શકે. નીતિન પટેલની આ જાહેરાત મુજબ હવે સમગ્ર ગુજરાતમાં અવરજવર માટે કોઇ પ્રતિબંધ નથી

રાજ્યમાં એક જીલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પહેલા પરમિશન લેવી પડતી હતી પરંતુ હવે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકે છે.

પહેલા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે ઓનલાઈન પરમિટ કઢાવવી પડતી હતી પરંતુ હવે નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ રાજ્યના કોઈ પણ જિલ્લામાં અવરજવર કરી શકશે. તેના માટે કોઈ પરમિટ કઢાવવાની રહેશે નહીં. કોઈ જાતના પાસની જરૂરિયાત રહેશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.