એક કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સામે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેની સાથે જ દેશના ઉદ્યોગપતિઓમાં ઘટતા જતા વિશ્વાસને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ હવે ઘણાં મંત્રીઓ સરકારના બચાવમાં ઉતરી આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, આ સરકાર વિરુદ્ધ એક ખોટી ધારણા પેદા કરવાની કોશિશ છે. પીયૂષ ગોયલે ટ્વીટ કરીને કહ્યું છે કે, કોઈ ડરથી ડરવાની જરૂરત નથી. તો હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને લખ્યું કે, પોતાને વ્યક્ત કરવું એ જ લોકતંત્ર છે.
મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પીયૂષ ગોયલ અને નિર્મલા સીતારમને હાજરી આપી હતી. તેમની સામે જ ઉદ્યોગપતિ રાહુલ બજાજે, દેશમાં ભીડ હત્યાની ઘટનાઓ, ભોપાલની સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગયા અઠવાડિયે સંસદમાં નાથૂરામ ગોડસેની પ્રશંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
રાહુલ બજાજે અમિત શાહની સામે કહ્યું હતું કે, મારા કારોબારી મિત્રોમાંથી કોઈ બોલશે નહિ. પણ હું ખુલેઆમ બોલું છું કે.. એવું વાતાવરણ બનાવવું જોઈએ, જ્યારે યૂપીએ-2 સરકાર સત્તામાં હતી, ત્યારે અમે કોઈની પણ ટીકા કરી શકતા હતા. તમે સારુ કામ કરી રહ્યા છો, તેમ છતાં અમને વિશ્વાસ નથી કે જો અમે જાહેરમાં તમારી ટીકા કરીશું તો તમે અમને પ્રોત્સાહિત કરશો.
તો હવે ભાજપાની IT સેલે રાહુલ બજાજ પર નિશાનો સાધવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં રાહુલ બજાજને કોંગ્રેસના ગાઢ મિત્ર તરીકે દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપા IT સેલના પ્રમુખ અમિત માલવીયએ એક વીડિયોને ટેગ કરીને ટ્વીટ કર્યું, રાહુલ બજાજે કહ્યું હતું કે મારા માટે કોઈની પણ પ્રશંસા કરવી અઘરી છે. જો તે રાહુલ ગાંધી હોય. પોતાના રાજકીય સંબંધને જાહેરમાં પ્રદર્શિત કરો અને કોઈની પાછળ છુપાઈને આવી વાતો ન કરો કે ડરનો માહોલ છે.
તો બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો રાહુલ બજાજ અંગે કહી રહ્યા છે કે, માણસમાં દમ છે. તેનામાં સાચુ બોલવાની તાકાત છે. સોશિયલ મીડિયા પર તેઓ ટ્રેન્ડ થઈ રહ્યા છે. લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.