– હજુ સુધી રાહુલે હા કે નાનો અણસાર આપ્યો નથી
કોંગ્રેસ પક્ષના અધ્યક્ષની ચૂંટણી 2021ના એપ્રિલમાં થવાની શક્યતા હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. સૌની નજર રાહુલ ગાંધી પર હતી પરંતુ રાહુલ નહીં માને તો પ્રિયંકા ગાંધીને અઘ્યક્ષ બનાવવાની વિચારણા ચાલી રહી તી.
આ સૂત્રોએ કહ્યું હતું કે 2019ની સંસદીય ચૂંટણીમાં થયેલા નુકસાન કરતાં ઓછું નુકસાન થાય એ રીતે ચૂંટણી કરવાની વિચારણા ચાલી રહી હતી. અત્રે એ યાદ રહે કે 2019ની સંસદીય ચૂંટણીમાં મળેલા ઘોર પરાજય પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું અને સોનિયા ગાંધીએ વચગાળાના પ્રમુખપદની જવાબદારી સ્વીકારી હતી.
પક્ષમાં મોટા ભાગના સભ્યો એમ માને છે કે ગાંધી પરિવાર સિવાય કોઇ અધ્યક્ષ બને તો એ પૂરેપૂરી સ્વતંત્રતાથી કામ નહીં કરી શકે. ચૂંટણી જીતવા માટે પણ ગાંધી પરિવારની નેતાગીરી જરૂરી હતી એવું આ જૂથ માનતું હતું. પક્ષને કાયમી પ્રમુખ આપવા માટેજ શશી થરુર, કપિલ સિબલ, ગૃલામ નબી આઝાદ વગેરે 22 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રને બળવો સમજીને કચડી નાખવામાં આવ્યો હતો અને ગાંધી પરિવાર તરફી પરિબળોએ આ પત્ર લખનારા ભાજપતરફી હોવાના આક્ષેપ કર્યા હતા. એથી ગુલામ નબી આઝાદ વગેરે નારાજ થયા હતા ત્યારે સોનિયાએ તેમને મનાવી લીધા હતા.
અત્યારના કોરાના ચેપના પગલે એપ્રિલ સુધી આ ચૂંટણી મુલતવી રાખવી એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચૂંટણી કઇ રીતે કરવી એની અને અન્ય વિકલ્પોની વિચારણા હાલ ચાલી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.