લોકસભામાં બુધવારે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે પર ટિપ્પણી કરવા બાબતે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપા સાંસદ પ્રજ્ઞા ઠાકુર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ પ્રજ્ઞા ઠાકુરને આતંકી ગણાવી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, આતંકી પ્રજ્ઞાએ આતંકી ગોડસેને એક દેશભક્ત કહ્યા છે. આ ભારતીય સાંસદના ઈતિહાસમાં એક દુખદાયી દિવસ ગણાવ્યો છે.
રાહુલ ગાંધીએ મીડિયા જોડે વાતચીત કરતા કહ્યું, પ્રજ્ઞા ઠાકુર જે બોલી રહી છે તે ભાજપા અને RSSની આત્મા છે. હું શું કહી શકું. આ વાત કોઈનાથી છુપી નથી. હું પોતાનો સમય તે મહિલા વિરુદ્ધ કોઈ કાર્યવાહીની માંગણી કરીને વેડફવા નથી માંગતો.
બુધવારે સંસદમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યાં બાદ ભારતીય જનતા પાર્ટી અને સરકારે મોટો નિર્ણય લેતા પ્રજ્ઞા ઠાકુરને સરંક્ષણ બાબતોની સંસદીય પેનલમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ સત્ર દરમિયાન થનારા બીજેપી સંસદીય દળની બેઠકોમાં પણ સાધ્વી પ્રજ્ઞાને નહીં આવવાં માટે ફરમાન આપવામાં આવ્યું છે.
સૂત્રોનું કહેવું છે કે સાધ્વી પ્રજ્ઞા સામે પાર્ટી પણ શિસ્તતા ભંગની મોટી કાર્યવાહી કરે તેવી સંભાવના છે. તેમને પાર્ટીમાંથી બરતરફ કરી દેવાય તેવી સંભાવના પણ વધી છે. બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સંસદમાં તેમણે આપેલું નિવેદન ટીકાને પાત્ર છે. આ પ્રકારના વિચારોનું સમર્થન ભારતીય જનતા પાર્ટી કરતી નથી.
ઉલ્લેખનીય છે કે બુધવારે એસપીજી સુધારણા બિલ વખતે થઇ રહેલી ચર્ચામાં ડીએમકે સાંસદ એ. રાજાના નિવેદન પર પ્રતિક્રિયા કરતા ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. જો કે તેમનું નિવેદન રેકોર્ડ પર લેવામાં આવ્યું નથી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.