માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને કાલે સુરત કોર્ટમાં હાજર રહેવા આદેશ..

લોકસભાની (LOK SABHA) ચૂંટણી દરમિયાન ‘મોદી’ (MODI) અટક કરવાના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટમાં હાજર (PRESENT COURT) થવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ માટે રાહુલ ગાંધી (RAHUL GANDHI) અને આવતીકાલે ૨૯ ઓકટોબરના રોજ હાજર થવાનો આદેશ અપાયો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સુરતમાં (SURAT) ધામા નાખી દીધા છે. રાહુલ ગાંધીના સુરત આગમન પહેલા કોંગ્રેસના નેતાઓ (CONGRESS LEADERS) દ્વારા બેઠકનો (MEETING) દોર શરૂ થઇ ગયો છે.

કોંગ્રેસના નેતાઓ દ્વારા સુરત શહેરના ઈશ્વર ફાર્મ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા , અમિત ચાવડા , જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી , ધારાસભ્ય લલિત વસોયા અને પ્રતાપ દુધાત સહિતના આગેવાનો હાજર રહેશે. જેમાં ૨૯મીએ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે તેને લઇને ચર્ચા થશે.

રાહુલ ગાંધીને સુરત આગમન પૂર્વે અમિત ચાવડા નિવેદન આપતાં જણાવ્યું કે , રાહુલ ગાંધીને પરેશાન કરવા માટે તેની સામે ખોટા કેસો કરાયા છે. વર્તમાન સરકારની નીતિ દેશના બંધારણીય અધિકારો સામે ભાગલા પાડો અને રાજ કરોની રહી છે.

https://www.youtube.com/watch?v=cPIpyDoft0A

ધર્મના નામે સત્તાનું વિકેન્દ્રીકરણ થવાની સામે રાહુલ ગાંધી અવાજ ઉઠાવ્યો છે. અમારા નેતા ન્યાયતંત્ર પર ભરોસો રાખીને ભાજપની ખોટી નીતિઓ સામે લડી રહ્યા છે. આ લડાઈમાં રાહુલ ગાંધી એકલા નથી ગાંધીની વિચારધારા ધરાવતો અને માનનારો વર્ગ તેમની સાથે જ છે.

રાહુલ ગાંધીની આવતીકાલે બપોરે ૨ વાગે એરપોર્ટ પર આવી પહોંચશે. જ્યાંથી તેઓ સીધા કોર્ટમાં હાજરી આપવા જશે અને પછી ૫ કલાકે દિલ્હી જવા રવાના થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.