ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીના કેન્દ્ર સરકારને સવાલો સતત ચાલુ જ છે. રાહુલ ગાંધીએ બુધવારે એક વીડિયો સંદેશો જાહેર કર્યો હતો અને હવે ટ્વિટરના માધ્યમથી સરકારને સવાલ કર્યા છે. રાહુલ ગાંધીએ ચીને આપણાં હથિયારવિહોણાં જવાનોને કેવી રીતે મારી નાખ્યા અને આપણે આપણા સૈનિકોને હથિયાર વગર શહીદ થવા શા માટે મોકલી દીધા તેવો સવાલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સોમવારે ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં 20 જવાનો શહીદ થયા હતા. આ કારણે દેશભરના લોકો રોષે ભરાયા છે અને તેઓ ચીનને જડબાતોડ જવાબ આપવાની માંગણી કરી રહ્યા છે. આ તરફ રાહુલ ગાંધી કેન્દ્ર સરકારને સતત સવાલો કરી રહ્યા છે. રાહુલ
ગાંધીએ બુધવારે એક વીડિયો જાહેર કરીને ‘વડાપ્રધાને સંતાવું ન જોઈએ અને દેશ સમક્ષ આવીને સત્ય શું છે તે કહેવું જોઈએ. આખો દેશ તેમના સાથે છે.’ તેમ કહ્યું હતું.
હકીકતે ગત 6 જૂનના રોજ ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે બંને દેશની સેનાએ વર્તમાન વિવાદિત સ્થળેથી પીછેહઠ કરવાની હતી. ચીનની સેના 15મી જૂન સુધી પાછી ન ગઈ માટે ભારતીય સેનાના કેટલાક જવાનો ગાલવાન ઘાટી પર જ્યાં ચીની સૈનિકો હતા ત્યાં પહોંચ્યા હતા. જોકે તે સમયે ઘાત લગાવીને બેઠેલા ચીની સૈનિકોએ ભારતીય જવાનો પર હુમલો કરી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.