રાહુલ ગાંધીની રાજસ્થાન મુલાકાત પહેલા ચીન મુદ્દા પર PM મોદી પર પલટવાર કર્યો છે.
રાહુલ ગાંધીએ ચીન મુદ્દા પર કહ્યું કે ગઇકાલે રક્ષા મંત્રીએ સંસદમાં પોતાની વાત રજૂ કરી. જેમાં કેટલીક વાત પર સ્પષ્ટતા થવી જોઇએ. ભારત સરકારની સ્થિતિ મામલે શરુઆતમાં હતી કે એપ્રિલ પહેલા જેવી સ્થિતિ લાગુ કરવામાં આવે, પરંતુ હવે રાજનાથસિંહે આવીને આ નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીએ ડેપસાંગ મુદ્દા પર કહ્યું કે ચીનની સેના પાછી કેમ હટી નથી. આ સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રી મોદીએ ભારતની પવિત્ર જમીન ચીનને આપી દીધી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ ચીન મુદ્દા પર ફરી PM મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ પલટવાર કરતા કહ્યું છે કે PM મોદીએ ચીનને કેમ આપણી જમીન આપી દીધી?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનની સેના પેંગોંગ, દેપસાંગમાં હાજર હતી. આપણી સેનાએ જોખમ લીધુ અને ચીનનો મુકાબલો કર્યો. પરંતુ હવે પીએમ મોદીએ ચીનને આપણી જીમની સોંપી દીધી.
રાહુલ ગાંધી પીલીબંગા, પદમપુર, નાગોરમાં કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેશે જ્યારે અજમેરના રુપનગઢમાં ટ્રેકટર રેલીમાં હાજર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.