રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનના,100 દિવસ પૂરા થવા પર એક વાર ફરી, કેન્દ્ર સરકારને ચેતવણી ભર્યા શબ્દોમાં, કહ્યું કે….

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનના 100 દિવસ પૂરા થવા પર એક વાર ફરી કેન્દ્ર સરકારને ચેતવણી ભર્યા શબ્દોમાં કહ્યું છે કે ત્રણ કાયદા પાછા લેવા જ પડશે.

ખેડૂત કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુરેન્દ્ર સોલંકીનું કહેવું છે કે પીએમને માટીના કળશભેટ કરવાનો હેતુ તેમને આ માટીથી લેવામાં આવેલા સોગંદ યાદ અપવવાનું છે.  અમે અન્નદાતાઓ પોતાના હકની લડાઈમાં પૂરી રીતે ઉભા છે. ખેડૂત આંદોલનના 100 દિવસ પૂરા થવા પર તમને ઉદ્યોગપતિ મિત્રોના દબાણમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગ સાંભળી ન સાંભળી કરી રહી છે.

આ આંદોલનના 100 દિવસ પૂરા થવાના અવસરે શનિવારે કેએમપી એક્સપ્રેસ વે પર 5 કલાક નાકાબંધીની સાથે કાળા દિવસના રૂપમાં ચિહ્નિત કરાશે. આ સિવાય ડાસના, દુહાઈ, બાગપત, દાદરી, ગ્રેટર નોઈડા પર પણ જામ કરાશે. અહીં ખેડૂતો કાળી પટ્ટી બાંધીને વિરોધ કરશે. ટોલપ્લાઝા પણ ફ્રી કરાશે.

ત્યારે હવે ખેડૂતના આ પગલાથી સરકારની ચિંતા વધી શકે છે . ખેડૂત નેતા રાકેશ ટિકૈત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને ત્યાંની ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેશે. જો કે ખેડૂતો દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ રાજકીય પ્રવાસ નથી તેઓ તો માત્ર ત્યાં ખેડૂતોને જાગૃત કરવા જઈ રહ્યા છે, પણ ટૂંક સમયમાં ત્યાં ચૂંટણી છે એટલે આ પ્રવાસના રાજકીય સમીકરણો પર પ્રભાવ પડે તો નવાઈ નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.