રાહુલ આ મહિનાની શરૂઆતમાં તમિલનાડુના પ્રવાસ દરમિયાન કન્યાકુમારી ગયા હતા. ત્યાં તેમની ફેલિક્સ સાથે મુલાકાત થઇ હતી. ફેલિક્સ તે સમયે ખુલ્લા પગે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કે.કામરાજનું પોસ્ટર લઇને ઉભો હતો. રાહુલની નજર ફેલિક્સ પર પડી જ્યારે એમણે રોડ કિનારે ચા પીવા માટે ગાડી એક સ્ટોલ પર ઉભી રાખાવી હતી.
રાહુલ ગાંધીએ ફેલિક્સને પૂછ્યું હતું કે એને શું કરવું સૌથી સારુ લાગ્યું હતું. આ વાત પર ફેલિક્સે કહ્યું કે, દોડવું. પાંચમાં ધોરણમાં ભણતા ફેલિક્સે કહ્યું કે તે 100 મીટરની દોડનો રનર છે. રાહુલે પૂછ્યું હતું કે તે ખુલ્લા પગે દોડે છે કે સૂઝ પેહરીને?
રાહુલે તે સમયે ફેલિક્સને જલ્દી સ્પોર્ટ્સ શૂઝ મોકલવાનું વચન આપ્યું હતું. એવું પણ કહ્યું હતું કે તે ટ્રેનિંગ માટે કોઈ એકેડમીમાં પ્રવેશ માટે મદદ કરશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.