અમેરિકા, રશિયા, ચીન અને બ્રિટન સહિત સમગ્ર વિશ્વમાં 23 લાખથી વધુ લોકોને કોરોનાની રસી મળી ચૂકી છે, ભારતનો નંબર ક્યારે લાગવાનો છે મોદીજી એવો સવાલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મિડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કર્યો હતો.
ખુદ વડા પ્રધાન આ લેબોરેટરીઓની રૂબરૂ મુલાકાત લઇને રસીનું કામ કેટલે પહોંચ્યું એની જાતતપાસ કરી હતી.
આ સપ્તાહેજ કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને કરેલી જાહેરાત મુજબ 2021ના જાન્યુઆરીથી આપણે ત્યાં પણ રસી આપવાની શરૂઆત થશે.
અમેરિકા અને બ્રિટને રસીકરણ શરૂ કર્યું હતું પરંતુ આપણે ત્યાં રસી તો તૈયાર છે પરંતુ એની ક્લીનીકલ ટ્રાયલ ચાલુ હોવાથી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું નથી કે કઇ કંપનીની રસી આપવાથી રસીકરણ શરૂ થશે. એવા સમયે રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર શાબ્દિક હુમલો કર્યો હતો. સોશ્યલ મિડિયા પર તેમણે ટ્વીટ કરી હતી અને મોદી સરકારની ટીકા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.