પીએમ મોદીના રાજ્યસભામાં, સોમવારે આપેલા નિવેદન પર,પલટવાર કરતા રાહુલ ગાંધીએ, કરી ટ્વીટ

રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીના આંદોલનજીવી નિવેદન પર પલટવાર કરતા કર્યું કે ક્રોની જીવી છે જે દેશ વેચી રહ્યા છે.

પીએમ મોદીના રાજ્યસભામાં સોમવારે આપેલા નિવેદન પર પલટવાર કરતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી.‘ક્રોની ( Crony) જીવી છે જે દેશ વેચી રહ્યા છે તેઓ. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં એક નવો સમુદાય ‘આંદોલનજીવી’ પેદા થયો છે.

પીએમ મોદીએ ખેડૂત આંદોલનને લઈને વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશમાં એક નવો આંદોલનજીવી સમુદાય પૈદા થઈ ગયો છે. જે દરેક પ્રદર્શનમાં જોવા મળે છે.

પીએમએ કહ્યું આપણે કેટલાક શબ્દો શ્રમજીવી અને બુદ્ધિજીવીથી પરિચિત છીએ પરંતુ હું જોઈ રહ્યો છું કે ગત કેટલાક સમયથી દેશમાં એક નવી જમાત પૈદા થઈ છે. આંદોલનજીવી. વકીલોનું આંદોલન હોય, વિદ્યાર્થીઓનું આંદોલન હોય અથવા મજૂરોનું આંદોલન હોય આ લોકો દરેકમાં નજરે પડે છે. આ એક ટોળકી છે. જે આંદોલન વગર જીવી નથી શકતી અને આંદોલનથી જીવવા માટે રસ્તા શોધતી રહેતી હોય છે.

ભારતને અસ્થિર, અશાંત કરવા માટે કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે- પીએમ

પીએમએ કહ્યું કે કેટલાક લોકો ખાસ કરીને પંજાબમાં શીખ ભાઈઓના દિમાગને ખોટી વસ્તુઓથી ભરવામાં લાગ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.