કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ, કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસોને લઇ, સરકાર પર સાધ્યો નિશાનો,આરોપ લગાવ્યો કે…..

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને CPM મહાસચિવ સીતારામ યેચુરીએ કેન્દ્રના ઈરાદા પર સવાલ ઉઠાવતા PM Cares ફંડની પણ વાત કરી છે. રાહુલ ગાંધીએ ટીકા ઉત્સવને ઢોંગ ગણાવતા દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓની અછત માટે સરકારને આડે હાથે લીધી તો યેચુરીએ કેન્દ્રની નીતિઓની ટીકા કરી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસોને લઇ સરકાર પર નિશાનો સાધ્યો અને આરોપ લગાવ્યો કે જરૂરી મેડિકલ સુવિધાના અભાવની વચ્ચે ટીકા ઉત્સવ એક ડંભ છે.

તો યેચુરીએ કહ્યું કે, PM Cares એક પ્રાઈવેટ ફંડ છે. મહામારીના કારણે જે વિનાશ થયો છે તે જગજાહેર છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં તંત્ર બોખલાઇ ગયું છે. જે વિશે ત્યાંના જ મંત્રી અને સાંસદોએ સ્વીકાર કરી છે. મીડિયામાં આવેલી ખબરો અને તસવીરો દ્વારા હકીકત નજર આવે છે, જેને કોઇપણ PR છુપાવી શકે નહીં

ઉલ્લેખનીય છે કે, દેશમાં પાયાની જરૂરિયાતો ખૂટી રહી છે. મહામારીમાં જેની સૌથી વધારે જરૂર હોય એવી સુવિધાના અભાવને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના મહામારી માટે ગયા વર્ષે જે PM CARE ફંડ એકઠું કરવામાં આવ્યું હતું, તેને લઇ હવે સવાલો ઊભા થઇ રહ્યા છે. જે ફંડ દ્વારા પાયાની મેડિકલ જરૂરિયાતોને પૂરી પાડવાની હતી તેની આજની તારીખમાં ઉણપ થઇ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.