ગાંધીએ દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ વધતા કોરોનાના કેસનો ગ્રાફ શેર કરીને કટાક્ષ કર્યો છે.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, “કોરોનાના ગ્રાફમાં ઘટાડો નથી થઈ રહ્યો, ભયાનક બની રહ્યો છે. જો પીએમની આ‘સ્થિતિ અંકુશ’માં છે તો, ‘બગડેલી સ્થિતિ’કોને કહેશો. ”
Corona curve- Frightening not Flattening.
अगर ये PM की ‘संभली हुई स्थिति’ है तो 'बिगड़ी स्थिति' किसे कहेंगे? pic.twitter.com/pKU57CNaKA
— Rahul Gandhi (@RahulGandhi) August 13, 2020
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, સમયસર યોગ્ય નિર્ણય લેવાના કારણે કોરોનાના કેસ મામલે ભારતની સ્થિતિ અન્ય દેશોના મુકાબલે અંકુશમાં છે, તેમણે કહ્યું હતું કે, આજે ભારતમાં પાંચ લાખથી વધુ ટેસ્ટ દરરોજ થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં તેને 10 લાખ પ્રતિદિન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.