ફેશનની દુનિયામાં રોજ કંઈક નવું થઈ રહ્યું છે. આ દુનિયા જેટલી રંગીન અને ગ્લેમરસ દેખાય છે નજીક જતાં એટલી જ રિવિલિંગ અને વિપરીત હોય છે. આજે કોઇ વ્યક્તિ જેટલાં ટૂંકાં અને ઓછાં કપડાં પહેરે છે એટલી તેને ગ્લેમરસ અને સ્ટાઇલિશ માનવામાં આવે છે. આ સ્ટાઇલને ફૉલો કરતાં બી ટાઉનના અનેક સિતારા પોતાની હદ પાર કરી રહ્યાં છે. જે તેમની પોપ્યુલારિટીમાં વૃદ્ધિનું એક કારણ હોય છે અને એના પર ચિંતા વ્યક્ત કરતાં બિગ બોસ 14થી ચર્ચામાં આવેલ સિંગર રાહુલ વૈદ્યે પોતાના દિલની વાત લોકો સામે મૂકી. તેણે વધુમાં લખ્યું કે, આવા ન્યૂડ ફોટો ફેશનના નામે ન મૂકવા જોઇએ.
રાહુલે નામ ભલે ન લખ્યું પણ ઉર્ફી જાવેદ વિશે કહેતાં હોય એવું સ્પષ્ટપણે લાગ્યું, કારણ કે તેણે હાલમાં જ એક વિચિત્ર આઉટફિટનો ફોટો વાઇરલ કર્યો હતો અને જેના ઉપર ફેન્સ દ્વારા ખરાબ કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.