રાહુલને દેખાડયો ધરનો રસ્તો, સ્ટન્ટ ના કરી શકતા થયો શો થી એલિમિનેટ..

હાલ ખતરો કે ખિલાડીની અગિયારમી સીઝનનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. ત્યારે ફિનાલે ટાસ્કમાં બધા જ સ્પર્ધકોમાં ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાહુલ વૈધે,વિશાલ, આદિત્ય સિંહ અને વરુણ સુદ સાથે પહેલા સ્ટોકમાં સ્પર્ધા કરવાની હતી. વિશાલ અને વરુણ એ પોતાનું કામ સારી રીતે કર્યું હતું. પરંતુ રાહુલ વૈધે ટાસ્ક કરતાં પહેલા હાર માની લીધી હતી.રોહિત શેટ્ટી અને બાકીનાં સ્પર્ધકોએ પણ રાહુલને ખૂબ પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે રાહુલે કહ્યું હતું કે, તેની પીઠના દુખાવાને કારણે તે આ સ્ટન્ટ નહિ કરી શકે. રાહુલ આ કાર્ય ન કરવા બદલ સીધા એલિમિનેશન રાઉન્ડમાં ગયા હતા.

રાહુલ વૈદ્ય એલિમિનેશન રાઉન્ડમાં શ્વેતા તિવારી સાથે જોડાયા હતા. શ્વેતા તિવારીએ પણ ફિનાલે વીકમાં સ્ટંટ નહોતો કર્યો. વાસ્તવમાં શ્વેતાને અર્જુન બિજલાની અને દિવ્યાંકા ત્રિપાઠી સાથે આ ટાસ્કમાં પર્ફોમન્સ આપવાનું હતું. આ સ્ટંટ કરંટ પર આધારિત હતા. શ્વેતાને સ્ટંટ કરવાની છેલ્લી તક મળી હતી. જોકે આ સ્ટંટ કરતાં પહેલાં તે એમોર્ટવેન વિશે વાત કરતી જોવા મળી હતી. પરંતુ બાકીના સ્પર્ધકોએ સમજાવ્યા બાદ શ્વેતાએ સ્ટંટ કર્યો હતો, પરંતુ અધૂરા સ્ટન્ટના કારણે તેણે એલિમિનેશન રાઉન્ડમાં જવું પડ્યું હતું.

https://www.instagram.com/p/CTNDaqKtixI/?utm_source=ig_embed&ig_rid=a9e733d1-a461-4bc5-bc9d-89efe11de7c7

શ્વેતા તિવારી અને રાહુલ વૈદ્યએ એલિમિનેશન ટાસ્કમાં એકબીજાને આકરી લડત આપી હતી. આ ટાસ્કમાં બંને સ્પર્ધકોએ શક્ય હોય ત્યાં સુધી વિમાનમાં બેસવું પડ્યું હતું. આ સ્ટંટમાં શ્વેતા તિવારી એ પ્લેનમાં લાંબા સમય સુધી બેસી રહી અને રાહુલ વૈદ્યને હરાવી દીધો જેના કારણે રાહુલ વૈદ્યને ફિનાલે વીકમાં શો માંથી બહાર જવું પડ્યું.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.