કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ લોકડાઉનના કારણે પ્રભાવિત થયેલા ગરીબોની મદદ કરવા માટે સરકારને અવાર નવાર ટકોર કરી છે.
હવે રાહુલ ગાંધીએ એમએસએમઈ(માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટર પ્રાઈઝ) એટલે કે નાના અને મધ્યમકદના ઉદ્યોગોને પણ સરકાર મદદ કરે તેવી માંગણી કરી છે.
જોકે આ વખતે રાહુલ ગાંધીએ આ ઉદ્યોગો માટે કેવા પ્રકારનુ આર્થિક પેકેજ જાહેર કરવુ જોઈતે તે મુદ્દે લોકો પાસે સૂચન માંગ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પમ કોરોનાનો શિકાર બન્યા છે. જેમને જીવતા રાખવા માટે આર્થિક પેકેજ આપવુ જરુરી છે. પહેલેથી જ નાજુક બની ચુકેલી ઈકોનોમી નાના અને મધ્યમકદના ઉદ્યોગો વગર તો એકદમ હાલક ડોલક થઈ જશે. આ ઉદ્યોગોને કયા પ્રકારનુ પેકેજ આપવુ જોઈએ તે અંગે તમે કોંગ્રેસ પાર્ટીને સૂચન કરો.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, એમએસએમઈ માટે કોંગ્રેસ એક યોજના સરકાર સમક્ષ રજૂ કરશે. કોંગ્રેસે લોકો પાસેથી સૂચનો લેવા માટે વોઈસ ઓફ એમએસએમઈ ડોટ ઈન નામની વેબસાઈટ તૈયાર કરી છે. તેના પર અથવા સોશ્યલ મીડિયા પર લોકો પોતાના સૂચનો મોકલી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.