કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીનુ કહેવુ છે કે, જો રાહુલ ગાંધી અધ્યક્ષ બનવા ના માંગતા હોય તો બીજા કોઈને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનાવવા જોઈએ.
લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ સોનિયા ગાંધીએ કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટીનો હવાલો સંભાળ્યો હતો.એ વાતને એક વર્ષ પુરુ થવા આવ્યુ છે ત્યારે હવે કાયમી અધ્યક્ષ તરીકે ફરી રાહુલ ગાંધીની નિમણૂંકની માંગણી કોંગ્રેસના સાંસદો કરી રહ્યા છે.
જોકે રાહુલે હજી સુધી અધ્યક્ષ પદ સ્વીકારવા માટેના કોઈ સંકેત આપ્યા નથી.આ સંજોગોમાં અભિષેક મનુ સિંઘવીનુ કહેવુ છે કે, રાહુલ ગાંધી જો કોંગ્રેસની કમાન સંભાળવા ના માંગતા હોય તો બીજા વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે.કોંગ્રેસ પાર્ટીએ 10 વર્ષ સુધી દેશ પર તાજેતરમાં જ શાસન કર્યુ હતુ.મનમોહનસિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી દેશના 60 ટકા રાજ્યોમાં અગાઉ ચૂંટણી જીતી ચુકી છે પણ હાલમાં પાર્ટીની હાલત સારી નથી.
તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી જો અધ્યક્ષ નહીં બનવાનો નિર્ણય લેશે તો તે બહુ ખોટુ હશે પણ જો તેઓ નિર્ણય ના લઈ રહ્યા હોય તો બીજા વિકલ્પ પર વિચારણા કરવી જરુરી છે.કારણકે આ ઉહાપોહથી પાર્ટી નેુકસાન થઈ રહ્યુ છે.રાજકારણમાં લાંબો સમય શૂન્યાઅવકાશ રહી શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.