પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વિપક્ષ નરેન્દ્ર મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને અનામત વિરોધી ગણાવતા કહ્યું કે આરએસએસ અને ભાજપ અનામત ખત્મ કરવા માંગે છે. તેમણે કહ્યું કે આ ભાજપની અનામત ખત્મ કરવાની રણનીતિ છે પરંતુ કોંગ્રેસ આમ થવા દેશે નહીં. આ બધાની વચ્ચે સરકાર પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર થોડીક વાર બાદ સંસદમાં નિવેદન આપશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે RSSનો એસટી/એસટી બધુ જ પ્લાન અને દિલ્હીમાં રવિદાસ મંદિરને તોડવું આ તેનો જ ભાગ છે. તેમણે કહ્યું કે આરએસએસ અને ભાજપ ગમે તેટલાં સપના જુએ અમે અનામત ખત્મ થવા દઇશું નહીં. રાહુલ ગાંધીએઆરોપ મૂકયો કે સંવિધાન પર હુમલો થઇ રહ્યો છે. દરેક સંસ્થાને તોડવામાં આવી રહી છે, સંસદમાં મને બોલવા દેવામાં આવતો નથી. ન્યાયપાલિકા પર દબાણ બનાવામાં આવી રહ્યું છે. દેશના મુખ્ય સ્તંભોને તોડવામાં આવી રહ્યા છે.
SC/ST એક્ટ મામલે સુપ્રીમનો મોટો ચુકાદો આવ્યો
ઉલ્લેખનીય છે કે, સોમવારે સુપ્રિમ કોર્ટે મોટા ચુકાદો આપતા કહ્યું કે, એવો કોઈ મૌલિક અધિકાર નથી, જેમાં કોઈ વ્યક્તિને પદોન્નતિમાં અનામતનો દાવો કરવાનો અધિકાર સન્નિહિત હોય અને કોઈ અદાલત રાજ્ય સરકારને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પદોન્નતિમાં આરક્ષણ આપવાનો આદેશ આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.