રાહુલ ગાંધી બરાબર ભેરવાયા, દેશના આ હિસ્સાને પાકિસ્તાનમાં દેખાડવાની ભૂલ પડી ભારે

જમ્મુ-કાશ્મીરનો ખોટો નકશો ટ્વીટ કરનાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભાજપ દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા જોરદાર ઘેરવામાં આવી રહ્યા છે. જો કે ભૂલનો અહેસાસ થયા બાદ રાહુલે ટ્વીટ તો ચોક્કસ ડિલીટ કરી પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચૂકયુ હતું અને લોકોના નિશાના પર આવી ચૂકયા હા. રાહુલ ગાંધી આની પહેલાં પણ ખોટા આંકડાવાળી ટ્વીટને લઇ નિશાના પર આવ્યા હતા અને તેમને માફી માંગવી પડી હતી. એવું નથી કે માત્ર રાહુલ ગાંધીએ ભારતનો ખોટો નકશો ટ્વીટ કર્યો હોય, તેમની પાર્ટી અને તિરૂવનંતપુરમથી સાંસદ શશી થરૂર પણ આમ કરી ચૂકયા છે.

ગયા વર્ષે જૂન મહિનામાં રાહુલ ગાંધીએ યોગ દિવસ પર કટાક્ષ કરતાં એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં આર્મીના ડોગ યુનિટની તસવીર હતી. રાહુલ ગાંધીની આ ટ્વીટ બાદ ભાજપે તેમના પર પ્રહારો કર્યા હતા. ભાજપે રાહુલ ગાંધી દ્વારા ભારતીય પરંપરા અને સેનાની મજાક બનાવા પર નિશાન સાંધ્યુ હતું. આ જ રીતે ડિસેમ્બર 2017મા રાહુલ ગાંધીએ મોંઘવારીના એક આંકડાને લઇ ખોટી ટ્વીટ કરી દીધી હતી. ત્યારબાદ ભાજપે તેમને જોરદાર રીતે ઘેર્યા હતા. ત્યારે રાહુલ ગાંધી પોતાની આ ટ્વીટની ભૂલ માની હતી.

ખોટા નકશાવાળી ટ્વીટ કરી દીધી

રાહુલ ગાંધીએ કોરોના વાયરસને લઇ એક ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર આરોપ મૂકયો હતો કે તેઓ આ વાયરસને ગંભીરતાની સાથે લઇ રહ્યા નથી. આ ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ દુનિયાનો જે નકશો દેખાડતી ટ્વીટ કરી હતી, તેમાં જમ્મુ-કાશ્મીરના એક હિસ્સાને પાકિસ્તાનમાં દેખાડી રહ્યા હતા. ખોટા નકશાવાળી ટ્વીટ પર ઘેરાયા બાદ રાહુલે તેને ડિલીટ કરી એક નવી ટ્વીટ કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.