હરિયાણાના કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નાયબ સિંહ સૈનીએ રાહુલ ગાંધીને સૌથી મોટા મૂર્ખ ગણાવ્યા હતા. પૂર્વ મંત્રી નાયહ સિંહ સૈનીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ખબર નથી કે સંશોધિત નાગરિકતા કાયદો શું છે ? સૈનીએ કહ્યું કે કોંગ્રેસ નેતાને એ વાતની જાણ જ નથી કે સંશોધિત નાગરિકતા કાયદો કોઈની નાગરિકતા છીનવવાનો નથી.
ભાજપ સાંસદે કહ્યું કે, જો અમે મૂર્ખાઓમાં સૌથી મોટો મૂર્ખ કોણ છે, તો મને લાગે છે કે તે રાહુલ ગાંધી છે કેમકે રાહુલ ગાંધીને એ ખબર નથી કે સીએએ શું છે ? શેના માટે છે ? તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાહુલ ગાંધી સમજતા નથી કે તે શેનો વિરોધ કરી રહ્યા છે ? ભાજપ નેતાએ કોંગ્રેસની પણ ટીકા કરતાં કહ્યું કે, તેની પાસે સરકારને ઘેરવા માટે કોઈ મુદ્દા જ નથી.
સૈનીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ આ કાયદા અંગે લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલાં જ રામ ગુર્જરે કહ્યું હતું કે, સીએએ અને એનઆરસીનો વિરોધ કરનારાઓનો સફાયો એક કલાકમાં કરી શકાય એમ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.