કોરોના કાળમાં કેન્દ્ર સરકારની દરેક મુદ્દે ઝાટકણી કાઢી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર મોદી સરકારના મંત્રી રવિશંકર પ્રસાદે શાબ્દિક હુમલો કર્યો છે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, આ સમય એકતા બતાવવાનો છે. રાજકારણ તો બાદમાં પણ થઈ શેક છે. રાહુલ ગાંધીએ લોકડાઉન, દિવા પ્રગટાવવાનો, થાળી વગાડવાનો એમ તમામ બાબતનો વિરોધ કર્યો છે.તેમની વાત તો કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમ પણ સાંભળતા નથી.આ પણ એક મોટો સવાલ છે. પંજાબ સીએમે સૌથી પહેલા કરફ્યુ લગાડ્યો હતો.લોકડાઉન લાગડ્યુ હતુ. રાજસ્થાને પણ આવુ જ કર્યુ. મહારાષ્ટ્રમાં તો પીએમ બેઠક કરે તે પહેલા જ લોકડાઉન 31 મે સુધી લંબાવી દેવાયુ હતુ.કાં તો રાહુલ ગાંધીની વાતમાં વજન નથી કાંતો તેમના રાજ્યોના જ મુખ્યમંત્રીઓ રાહુલ ગાંધીને ગંભીરતાથી લેતા નથી.
તેમણે કહ્યુ હતુ કે, ચૂંટણીમાં હારનારા અને વારંવાર હારનારા લોકો કોર્ટમાં જઈને દેશના રાજકારણને નહી ચલાવી શકે. જે લોકો કોર્ટમાં જઈ રહ્યા છે તે બતાવે કે તેમણે પોતે આ દેશમાં શું કર્યુ છે. આ જ લોકો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.