દિલ્હીના રાજઘાટ પર નાગરિકતા કાયદાની વિરૂદ્ધ કોંગ્રેસના ધરણા દરમ્યાન રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી નહીં પ્રજાનો અવાજ છે અને સરકાર એ અવાજને દબાવાની કોશિષ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તમે (પીએમ મોદી) જે કરી રહ્યા છો, ભારત માતા તેનો જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે આ ‘સત્યાગ્રહ’ ધરણામાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામેલ થયા. રાહુલે કહ્યું કે જે કામ દુશ્મન ના કરી શકયા તે કામ મોદી કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ સત્યાગ્રહ ધરણા માટે આવેલા લોકોને ધન્યવાદ કહ્યું. દેશ એક અવાજ હોય છે. આજે જે અમે પ્રસ્તાવના વાચી તે પ્રજાનો અવાજ હતો. આ અવાજે અંગ્રેજોને ભગાડ્યા. આ અવાજે હિન્દુસ્તાનના અર્થતંત્રને ઉભું કર્યું. કરોડો યુવાનોને રોજગારી આપી. આ અવાજ વગર હિન્દુસ્તાન રહેશે નહીં. અમારા દુશ્મનોએ પૂરી કોશિષ કરી કે આ અવાજને દબાવામાં આવે. દેશના દુશ્મનોએ પૂરી કોશિષ કરી કે દેશન ઉન્નતિને તોડવામાં આવે. તેમણે અર્થતંત્રને નષ્ટ કરવાની કોશિષ કરી અને યુવાનોએ દુશ્મનોને રોકયા.
‘કપડાથી મોદીજીને ઓળખે છે દેશ’
રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને અને તમારા મિત્ર અમિત શાહને કહેવા માંગીશ કે આ અવાજ કોંગ્રેસનો જ નહીં પરંતુ ભારત માતાનો અવાજ છે. તમે એ વાત ના ભૂલો કે જો તમે ભારત માતાના અવાજની સામે ઉભા રહેશે તો ભારત માતા તમને જબરદસ્ત જવાબ આપવાની છે. જ્યાં સુધી કપડાની વાત છે મોદી જી, આખો દેશ તમને તમારા કપડાંથી ઓળખે છે. બે કરોડનો સૂટ પ્રજાએ નહીં તમે પહેર્યો હતો. તમે દેશને જવાબ આપો કે તમે દેશના અર્થતંત્રને કેમ નષ્ટ કર્યુ. તમે જણાવો કે 9 ટકા વિકાસ દરને 4 ટકા કેવી રીતે કરી દીધો. તમે રોજગારી આપી શકયા નથી. આથી તમે નફરતની પાછળ છુપાઇ રહ્યા છો, આથી દેશના ભાગલા પાડવાની કોશિષ કરી રહ્યા છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.