હરિયાણાની કૈથલ બેઠક પરથી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાની સૌથી મોટી હાર થઈ છે. સુરજેવાલાને ભાજરના ઉમેદવાર લીલારામે 567 મતથી હરાવ્યા છે. સુરજેવાલા લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ હાર્યા છે. ત્યારે હરિયાણામાં સુરજેવાલાની હાર બાદ કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે.
હરિયાણાની ચૂંટણીઓના પરિણામ એક્ઝિટ પોલના તારણોથી એકદમ વિપરીત રહ્યા છે. મનાઇ રહ્યું છે કે ભાજપને ચૂંટણીમાં જાટ સમુદાયની નારાજગી ભારે પડી છે. એવા કયા કારણો છે કે જેના કારણે હરિયાણામાં ભાજપ બહુમતી સુધી ન પહોંચી શક્યું.
2014માં હરિયાણામાં જ્યારે મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમા સરકાર રચાઇ ત્યારથી જ રાજ્ય સરકાર સામે જાટ સમુદાયની નારાજગી શરૂ થઇ હતી. રાજ્યની રાજનીતિમાં જાટ સમુદાયની બોલબાલા રહી છે. તેવામાં ભાજપ દ્વારા સીએમ પદ અન્ય જ્ઞાતિના નેતાને સોંપવામાં જાટ સમુદાય નારાજ હતો.
ખટ્ટર સરકારના પાંચ વર્ષના શાસન દરમિયાન જાટ સમુદાયે અનામત સહિત ઘણા મુદ્દાઓ પર રાજ્યવ્યાપી આંદોલન કર્યા. ખટ્ટર સરકાર આ આંદોલનોને યોગ્ય રીતે હેન્ડલ ન કરી શકી. મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનને જે રીતે ફડણવીસે હેન્ડલ કર્યુ તે રીતે ખટ્ટર જાટ સમુદાયના આંદોલનને હેન્ડલ કરવામાં નિષ્ફળ રહ્યા. જેનો અસર પણ ચૂંટણી પરિણામ પર જોવા મળી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.