યસ બેંકના સંકટને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટર પર લખ્યું કે યસ બેંક નહી પરંતુ નરેન્દ્ર મોદી અને તેના આઈડિયાએ દેશની અર્થવ્યવસ્થાને બર્બાદ કરી દીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે બપોરે પોતાના ટ્વીટમાં યસ બેંક સંકટ પર નિશાન સાધતા #NoBank કહ્યું.
નોંધનીય છે કે, યસ બેંકના સંકટના લીધે કરોડો ગ્રાહકોની જમા રકમ પર સંકટ આવ્યું છે કારણ કે હવે ગ્રાહકો મહીનામાં માત્ર 50 હજાર રૂપિયા જ પોતાના ખાતામાંથી કાઢી શકશે.
આ નિર્ણય બાદ યસ બેંકના એટીએમ કે બ્રાંચમાં પૈસા કાઢવા માટે ગ્રાહકોના લાંબી કતારો લાગી છે.
યસ બેંકના આર્થિક સંકટ બાદ કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણે શુક્રવારે જ સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી અને જલ્દીથી સ્થિતી પર કાબૂમાં લેવા પર ચર્ચા કરી. જ્યારે RBI ગવર્નર શશીકાંત દાસનું કહેવું છે કે કોઈ પણ ગ્રાહકે ચિંતા કરવાની જરૂર નથી. આ 50 હજારની કેપ માત્ર 30 દિવસ માટે જ છે. તેવામાં 30 દિવસનો સમય આપવો જ પડશે. જે બાદ સ્થિતિ કાબૂમાં કરી લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.