રાહુલ ગાંધીની પ્રતિક્રિયા- કોંગ્રેસ સરકારને અસ્થિર કરવામાં વ્યસ્ત મોદી સરકાર પહેલા અર્થવ્યવસ્થા સંભાળે

જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાના લગભગ 24 કલાક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે તમે(મોદી સરકાર) કોંગ્રેસની સરકારને અસ્થિર કરવામાં વ્યસ્ત છો, ત્યારે દુનિયમાં તેલના વધતા ભાવોમાં આવેલા 35%ના ઘટાડાને જોવાનું ચૂકી ગયા છો. શું તમે પેટ્રોલના ભાવો 60 રૂપિયા પ્રતિ લીટર કરીને દેશના લોકોને રાહત આપી? આનાથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂતાઈ મળશે.

જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા પર મધ્યપ્રદેશ કોંગ્રેસે કહ્યું કે, પાર્ટીએ તેમણે, સંસાદ, મંત્રી અને રાષ્ટ્રીય મહાસચિવ જેવા ઘણા મહત્વના પદ આપ્યા છે, તેમ છતા તે મોદી-શાહના શરણમાં ચાલ્યા ગયા હતા. સિંધિયાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ કોંગ્રેસ સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. તેમના રાજીનામા બાદ મધ્યપ્રદેશના 22 ધારાસભ્યોએ પણ મંગળવારે રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિંધિયા બુધવારે ભાજપમાં જોડાઈ શકે છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે બુધવારે સિંધિયા અંગે ટ્વીટ કર્યા હતા. તેમણે લખ્યું કે,‘તેમનો (સિંધિયા) પરિવાર 1957 સુધી હિન્દુ મહાસભા સાથે હતો. પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુએ સ્વર્ગસ્થ રાજમાતા વિજયારાજે સિંધિયાને કોંગ્રેસમાં સામેલ કર્યા હતા. ત્યારબાદ 1957 અને 1962માં તેઓ સાંસદ બન્યા હતા. તેમણે 1967માં કોંગ્રેસ છોડી હતી’ એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીને મારવા માટે નથુરામ ગોડસેએ જે રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો, તેને ગ્વાલિયરના પરચુરે જ આપી હતી.દિગ્વિજયના ટ્વીટમાં જે પરચુરેનું નામ લીધું છે તેમનું પુરુ નામ ડો.ડીએસ પરચુરે હતું. તે ગ્વાલિયરમાં એક હિન્દુ સંગઠનના પ્રમુખ હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.