કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે પ્રવાસી મજૂરોને લઈને એક ડૉક્યુમેન્ટ્રી જારી કરી છે. જેમાં જોઈ શકાય છે કે રાહુલ મજૂરોને પૂછે છે કે તેમની પાસે રૂપિયા છે કે નહીં. તેમને કેવી રીતે ખબર પડી કે દેશમાં લોકડાઉન ચાલુ છે. રાહુલે જે મજૂરો સાથે વાત કરી છે કે યુપીમાં ઝાંસીના નિવાસી છે અને હરિયાણાની એક ફેક્ટરીમાં કામ કરે છે. વાતચીતમાં તેમણે જણાવ્યુ કે તેમને એક પૈસાની પણ મદદ મળી નથી.
પ્રવાસીઓએ રાહુલને જણાવ્યુ કે તેમના ઘરેથી બહાર નીકળવુ ગુનો થઈ ગયો છે. પોલીસ સિવાય સ્થાનિક લોકો પણ તેમને બહાર નીકળવા પર મારતા હતા.
પોલીસવાળા બે વાર આવતા હતા. એક મહિલાએ ભાવુક થઈને રાહુલને કહ્યુ કે અમને અમારા ગામ પહોંચાડી દો. અમને પાછા હરિયાણા ના પહોંચાડતા. અમારે ગામડે જવુ છે. મજૂરોએ જણાવ્યુ કે હરિયાણામાં જ્યા રહેતા હતા ત્યાં પાંચ-પાંચ હજારનો સામાન છુટી ગયો છે જે પાછો આવી શકતો નથી.
રાહુલ ગાંધીએ કહ્યુ કે લોકડાઉન લાગુ થયે હવે લગભગ બે મહિના થઈ ચૂક્યા છે. ભારત લાખો પ્રવાસી પુરૂષો, મહિલાઓ અને બાળકોની તસવીરો અને વીડિયોથી શરમજનક સ્થિતિમાં મૂકાયા છે. જે સુરક્ષિત પોતાના વતન અને ગામ જવાની પૂરી રીતે પ્રયત્ન કરી રહ્યા છે. હાઈવે પર કેટલાય કિલોમીટર ચાલીને, ટ્રકોમાં અથવા દરેક રીતે વાહન દ્વારા પોતાના ઘર તરફ જતા આ પ્રવાસીઓની તસવીરો અને વીડિયોએ દરેક ભારતીયને હચમચાવી મૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.