કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે એક વીડિયો દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ અને વિદેશનીતિ પર સવાલ ઉઠાવ્યા. રાહુલ ગાંધીએ લદ્દાખમાં LAC પર તણાવ પર દાવો કર્યો કે ભારત સરકારની વિદેશનીતિ ધ્વંસ થવાની સ્થિતિમાં અને અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવાના કારણે ચીન સરહદે આપણી વિરુદ્ધ આક્રમક થયું છે.
રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોનો હવે વિદેશમંત્રી એસ. જયશંકર તરફથી જવાબ આપવામાં આવ્યો છે. વિદેશમંત્રી એસ. જયશંકરે એકબાદ એક ઘણાં ટ્વીટ કરી રાહુલ ગાંધીના દરેક સવાલોના જવાબ આપ્યા છે અને તેમણે ફરીથી એનાલિસિસ કરવાની સલાહ આપી છે.
વિદેશમંત્રીએ રાહુલ ગાંધીનો વીડિયો રિટ્વીટ કરતા લખ્યું કે, રાહુલ ગાંધીએ વિદેશનીતિ પર કેટલાંક સવાલ ઉઠાવ્યા છે જેનો જવાબ અહીં છે. આપણી પ્રમુખ ભાગીદારી મજબૂત છે. અમેરીકા, રૂસ, યુરોપ અને જાપાન સાથે નિયમિત અનૌપચારિક બેઠકો થઈ છે. ભારતે ચીનની સાથે રાજનૈતિક રૂપથી સંવાદ રાખ્યો. વિશ્લેશકોને પુછી લેજો.
પોતાના અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, અમે અમારા મનની વાત હવે વધારે ખુલીને કરીએ છીએ. સીપૈર પર, બીઆરઆઈ પર, દક્ષિણ ચીન સાગર પર, સંયુક્ત રાષ્ટ્રથી જાહેક આતંકવાદીઓ પર.. આ બધા ઉદાહરણો છે, મીડિયાને પુછો. પોતાના ત્રીજા ટ્વીટમાં તેમણે લખ્યું, અને સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જુની સમસ્યાઓ દૂર કરી. 2008-14ની સાથે 2014-20ની તુલના કરો. બજેટમાં 280% સુધીનો વધારો કર્યો, 32% માર્ગ નિર્માણ, 99% પુલ અને 6 ગણી સુરંગનું નિર્માણ કર્યું. આપણાં જવાનોને પુછો.
બીજા એક ટ્વીટમાં તેમણે કહ્યું, અને આપણા પાડોશીઓ વિશે કેટલાક તથ્ય: શ્રીલંકા અને ચીન વચ્ચે હંબનટોટા પોર્ટ સમજુતી 2008માં સંપન્ન થઈ હતી. માલદીવ સાથે સંબંધ નબળા થઈ ગયા હતા. 2012માં રાષ્ટ્રપતિ નશીદ આવ્યા બાદ હવે સંબંધમાં સુધારો થયો છે. આપણા વ્યવસાયકારોને પુછો.
તેમણે કહ્યું, બાંગ્લાદેશ સાથે એક ભૂમિ સીમા વિવાદ(2015)માં ઉકેલાયો અને વધારે વિકાસ અને પરિવહનના માર્ગો ખુલ્યા. આતંકવાદીઓને હવે ત્યાં સુરક્ષિત આશરો નથી મળતો. આપણી સુરક્ષાને પુછો અને જે તેનો સામનો કરે છે તેમને પુછો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.