સ્ટેટ મોનેટરીંગ સેલને દારૂની લાઈનો મારફતે દાવલી નજીક જંગલમાં વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળતા ત્રાટકી 1.57 લાખનો દારૂ ઝડપ્યો
News Detail
સ્ટેટ મોનેટરીંગ સેલને દારૂની લાઈનો મારફતે દાવલી નજીક જંગલમાં વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળતા ત્રાટકી 1.57 લાખનો દારૂ ઝડપ્યો
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના કટિંગનો પર્દાફાશ થતા થાણા અધિકારી પર સસ્પેનશનની લટકતી તલવાર
સ્ટેટ મોનેટરીંગ સેલે ફરિયાદ કરવામાં વિલંબ કરતા તરહ-તરહની ચર્ચા
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની સ્ટેટ મોનેટરીંગ સેલે ઉંઘ ઉડાડી દીધી છે એક મહિનાના ટૂંકા ગાળામાં ત્રણ વખત ત્રાટકી વાહનોમાં થતી વિદેશી દારૂની હેરાફેરી અને કટિંગનો પર્દાફાશ કરતા જીલ્લા પોલીસતંત્ર દોડતું થયું છે સ્ટેટ મોનેટરીંગ સેલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાવલી ગામ નજીક પથ્થરની બંધ ખીણ પાસે આવેલા જંગલમાં કારમાં વિદેશી દારૂનું કટિંગનો પર્દાફાશ કરી 1.57 લાખથી વધુના વિદેશી દારૂ સાથે સ્થાનિક બુટલેગર અને રાજસ્થાની બુટલેગર મળી 9 શખ્શો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સ્ટેટ મોનેટરીંગ સેલે બપોરે દારૂ કટિંગનો પર્દાફાશ કર્યા પછી રાત્રે 9 વાગ્યાની આસપાસ ગુન્હો નોંધાવતા પોલીસબેડાંમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું
સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર આવેલ વાંટડા ટોલપ્લાઝા પાસે દાવલી ગામના જંગલોમાં બાતમીના આધારે ત્રાટકી વિદેશી દારૂના કટીંગના ધમધમતા વેપલાનો પર્દાફાશ કરતા રૂરલ પોલીસ સહીત જીલ્લા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું સ્ટેટ મોનેટરીંગ સેલે રેડ કરતા બુટલેગરો ફરાર થઇ ગયા હતા સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ-1194 કીં.રૂ.157440/- તેમજ ડસ્ટર કાર અને પ્લેટિના મળી રૂ.6.97 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 6 બુટલેગરોના નામ જોગ અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
માલપુર (દાવલી)ના બુટલેગર અને અન્ય બુટલેગરોના નામ વાંચો
1)નરેન્દ્રસિંહ ચૂડાવત (રાજસ્થાન તેલૈયાના ઠેકાવાળો)
2)રિતેશ કલાલ (રાજસ્થાન તેલૈયાના ઠેકાવાળો)
3)ગોરધન જાટ (રાજસ્થાન તેલૈયાના ઠેકાવાળો)
4)સુનિલ કાણિયો સાંચોર (રાજસ્થાન તેલૈયાના ઠેકાવાળો)
5)કલ્પેશ મગન ખોખરીયા (માલપુર (દાવલી) , તા-મોડાસા)
6)રેડ દરમિયાન ફરાર બે શખ્શો
7)રેનોલ્ટ ડસ્ટર કારનો માલિક
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.