રેલવેના નોન AC કોચને કોવિડ કેર સેન્ટરમાં ફેરવી દેવાયા, કૂલિંગ માટે કરાઈ આ વ્યવસ્થા

કોરોના સંક્રમણના વધતા કેસ અને હોસ્પિટલમાં બેડની તંગીને ધ્યાનમાં રાખીને રેલવેએ ટ્રેનના કોચને આઈસોલેશન વોર્ડમાં ફેરવી દીધા છે. ભારતીય રેલવેએ કોરોનાના દર્દીઓને ક્વોરેન્ટાઈન કરવા માટે વધારાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે 5,231 કોચ તૈયાર કર્યા છે. આ તમામ કોચને જરૂર પ્રમાણે રાજ્ય સરકારની વિનંતી અનુસાર તૈનાત કરી આપવામાં આવશે.

કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલા રેલવેના કોચની સંભાળની જવાબદારી રેલવેની હશે જ્યારે ચિકિત્સા સુવિધા રાજ્ય સરકારો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવેના કોચને કોવિડ કેર સેન્ટરમાં ફેરવતા પહેલા નીતિ આયોગ તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવી હતી.

રેલવેએ જણાવ્યું કે, ‘નીતિ આયોગ અને સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે નોન એસી ડબ્બાઓ

એસી ડબ્બાની તુલનાએ કોવિડ-19ના નિયંત્રણ માટે વધારે યોગ્ય છે.’

ડબ્બાઓને ઠંડા રાખવા રેલવેની વ્યવસ્થા

કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલા રેલવેના ડબ્બાઓને ઠંડા રાખવા માટે રેલવે ગરમી રોકે તેવા પેન્ટ (રંગ) અને વાંસની ટટ્ટી ઉપરાંત ‘બબલ રેપ્સ’ જેવી નવી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે. રેલવેએ જણાવ્યું કે, આ ડબ્બાઓને શીટ વડે ઢાંકી રાખવામાં આવે છે જેથી તે અંદરથી ઠંડા રહી શકે. બબલ રેપ ફિલ્મ્સને ડબ્બાઓ પર લપેટવાથી ડબ્બાની અંદરનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહે તેવી ધારણા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.