સુરતમાં રેલવે ‘ડોર ટુ ડોર’ પાર્સલ સેવા આપશે.જાણો વિગતવાર..

સુરતમાં રેલવે ‘ડોર ટુ ડોર’ પાર્સલ સેવા શરૂ કરાશે. જેમાં 35થી 100 કિલો સુધીનો માલસામાન ઘરેથી લઈ જવા રેલવે તંત્રએ તૈયારી રાખી છે. ગળાકાપ સ્પર્ધા વચ્ચે ટકી રહેવા પોસ્ટ વિભાગે પાર્સલની હોમ ડિલિવરી કરવાનો આરંભ કર્યો છે.અને તાપ્તી ગંગા ટ્રેન દ્વારા પોસ્ટલ સેવાને વારાણસી માટે રેલ રાજ્ય મંત્રી દર્શના જર્દોષ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે.

દેશની પ્રથમ રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવા ગુરુવારથી સુરત રેલવે સ્ટેશનની નવી સુરત ટર્મિનલ ઓફિસથી શરૂ થવા જઈ રહી છે.અને તેનું બુકિંગ આજથી શરૂ થઇ ગયું છે.અને ભારતીય રેલવે દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રથમ પ્રયાસ અહીં સુરત રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવ્યો છે. આ માટે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પરની જૂની પાર્સલ ઓફિસમાં ફેરફાર કરીને દેશની પ્રથમ રેલ ડાક ગતિશક્તિ એક્સપ્રેસ સર્વિસ સુરત ટર્મિનલ ઓફિસ બનાવવામાં આવી છે. જ્યાં બે કાઉન્ટર અને લોન્જ બનાવવામાં આવ્યા છે. તથા સુરતથી વારાણસી વચ્ચે પ્રથમ રેલ ડાકનો પહેલો રૂટ રહેશે. તથા તાપ્તિગંગા ટ્રેનમાં રેલવે દ્વારા એક અલગ કોચ ઉમેરવામાં આવશે જે સુરતથી વારાણસી વચ્ચે રહેશે. અને તેમાં પોસ્ટલ સર્વિસનું બુકિંગ કરવામાં આવશે.

સૌ પ્રથમ ટપાલ સેવા સુરતથી શરૂ થવા જઈ રહી છે. જ્યાં રેલવે દ્વારા 35 કિલોથી 100 કિલો સુધીના માલસામાન માટે ડોર ટુ ડોર સેવા પૂરી પાડવામાં આવશે.અને શહેરની સીમા હેઠળ આવતી બુકિંગ વસ્તુઓ તેમના ઘરેથી એકત્રિત કરવામાં આવશે અને રેલવે સ્ટેશન પર લાવવામાં આવશે. અને રેલવે દ્વારા નિર્ધારિત સ્થળ પર મોકલવામાં આવશે. બુકિંગ રેટ આજે નક્કી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.