અમદાવાદ સહિત, વડોદરા, રાજકોટ સહિતના ગુજરાતના શહેરોમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4541 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયાં છે.
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4697 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 187 લોકો વેન્ટિલેટર પર છે
કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે.
અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1296 કેસ અને ગ્રામ્યમાં 20 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 891 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 213 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 265 કેસ, જ્યારે ગ્રામ્યમાં 141 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 340 કેસ અને ગ્રામ્યમાં 70 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.