ઇન્ડિયન રેલ્વે એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લાખો કરોડો લોકો પોતાની રોજગારી ચલાવી રહ્યું છે. અહીં અનેક કાર્યવાહીમાં નાના ક્લાર્કથી માંડીને મોટા ઓફિસરો સુધી અનેક પદ માટે આવેદન તેમજ પરીક્ષાઓ પણ લેવાય છે. પણ જો તમે રેલ્વેમાં ગયા વિના અને ઘરે બેઠા જ રેલ્વે દ્વારા કમાણી કરવા માંગતા હો તો તમે તે કરી શકો છો. આ બિઝનેસ દ્વારા તમે હજારોની કમાણી કરી શકો છો. આ માટે તમારે બસ ટીકીટ કાઢવાનું કામ કરવાનું છે.
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરીજ્મ કોર્પોરેશન (IRCTC) રેલ્વેની એક સર્વિસ છે. તેના દ્વારા તમે ટ્રેન ટીકીટ બુકિંગથી લઈને ઘણી બધી સુવિધાઓ આપી શકો છો. IRCTC દ્વારા તમે દર મહીને હજારોની કમાણી કરી શકો છો અને સૌથી મોટી વાત એ છે કે, આ માટે તમારે ક્યાં જવાની જરૂર નથી. આ માટે તમારે બસ એટલું કરવાનું છે કે, તમારે ટીકીટ એજેન્ટ બનવાનું છે. જે રીતે રેલ્વે કાઉન્ટર પર ક્લાર્ક ટીકીટ કાઢે છે, એ રીતે તમારે પણ ટીકીટ કાઢીને આપવાની છે.
જાણી લો કંઈ રીતે એપ્લાઇ કરશો ? : સૌથી પહેલા તમારે ઓનલાઈન ટીકીટ કાઢવા માટે તમારે IRCTC ની વેબસાઈટ પર જઈને એજેન્ટ બનવા માટે એપ્લાઇ કરવાનું છે. ત્યાર પછી તમે એક ઓથરાઈજડ ટીકીટ બુકિંગ એજેન્ટ બની જશો. પછી તમે ટીકીટ બુક કરી શકો છો. ટીકીટ બુક કરવા પર IRCTC તરફથી એજેન્ટને સારું એવું કમિશન મળે છે.
કેટલું કમિશન મળે છે ? : કોઈ પણ યાત્રી માટે નોન એસી કોચની ટીકીટ બુક કરવા પર 20 રૂપિયા પ્રતિ ટીકીટ અને એસી ક્લાસની ટીકીટ બુક કરવા પર 40 રૂપિયા પ્રતિ ટીકીટ કમિશન મળે છે. આ સિવાય ટીકીટની કિંમતનો એક પ્રતિશત પણ એજેન્ટને આપવામાં આવે છે. IRCTC એજેન્ટ બનવાનો બીજો એક ફાયદો છે કે આમાં ટીકીટ બુક કરવા માટે કોઈ લીમીટ નથી. મહિનામાં તમે ઈચ્છો એટલી ટીકીટ બુક કરાવી શકો છો. આ સિવાય 15 મિનીટમાં તરત જ ટીકીટ બુક કરવાનો વિકલ્પ પણ છે. એક એજેન્ટના રૂપમાં તમે ટ્રેન સિવાય ઘરેલું અને અંતરરાષ્ટ્રીય હવાઈ ટીકીટ પણ બુક કરાવી શકો છો.
80,000 હજાર સુધીની કમાણી થઈ શકે છે : એક મહિનામાં એજેન્ટ કેટલી ટીકીટ બુક કરી શકે છે, તેના માટે એજેન્ટ માટે કોઈ લીમીટ નથી. આથી કોઈ પણ મહિનામાં અસીમિત સંખ્યામાં ટીકીટ બુક કરી શકે છે. એજેન્ટને પ્રત્યેક બુકિંગ અને લેણદેણ પર એક કમિશન મળે છે. એક એજેન્ટ પ્રતિ મહિને 80,000 રૂપિયા સુધી રેગુલર ઇન્કમ મેળવી શકે છે. જો કામ પૂરું થઈ ગયું અથવા ધીમું પડ્યું તો પણ લગભગ 40 થી 45 હજાર રૂપિયાની કમાણી કરી શકાય છે.
જો તમે વર્ષ માટે એજેન્ટ બનવા માંગો છો તો IRCTC ને 3,999 રૂપિયા ફીસ ભરવી પડશે. જયારે બે વર્ષ માટે આ ચાર્જ 6,999 રૂપિયા છે. જયારે એક એજેંટ રૂપે એક મહિનામાં 100 ટીકીટ બુક કરવા પર પ્રતિ ટીકીટ 10 રૂપિયા ફીસ આપવી પડશે. જયારે એક મહિનામાં 101 થી 300 ટીકીટ બુક કરવા પર પ્રતિ ટીકીટ 8 રૂપિયા અને એક મહિના માં 300 થી વધુ ટીકીટ બુક કરવા પર પ્રતિ ટીકીટ 5 રૂપિયા ફીસ આપવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.