રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી દિવસોએ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ સાથે 16થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવો વરસાદ રહેશે. જેમાં ખાસ કરીને ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરતાં કહ્યું છે કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે. ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ રહેશે.
હવામાન વિભાગ દ્વારા પણ અપાઈ છે આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
15 ઓગસ્ટની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 15 ઓગસ્ટે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે16 ઓગસ્ટે આ વિસ્તારમાં પડશે વરસાદ
16 ઓગસ્ટ માટે હવામાન વિભાગે આગાહી કરેલી આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.