સુરેશ રૈનાની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે ગુજરાત ટાઇટન્સની જર્સી પહેરેલો જોવા મળી રહ્યો છે. IPLની આ સિઝનમાં ગુજરાતની ટીમ ડેબ્યૂ કરશે.અને તો બીજી તરફ રૈના આઈપીએલ ઓક્શન 2022 માં વેચાયો ન હતો, પરંતુ હવે ગુજરાતની ટીમમાં તેની રી-એન્ટ્રીની ચર્ચા સોશિયલ મીડિયા પર તેજ થવા લાગી છે.
સુરેશ રૈના ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી મુક્ત થયા બાદ IPL ઓક્શન 2022માં વેચાયા વગરનો રહ્યો હતો. હરાજીમાં કોઈપણ ફ્રેન્ચાઈઝીએ તેનામાં રસ દાખવ્યો ન હતો, પરંતુ હવે રૈનાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે IPLની આ સિઝનમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઇટન્સની જર્સીમાં જોવા મળી રહ્યો છે.અને જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરેશ રૈના IPL 2022માં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે અને તેને ગુજરાત ટાઇટન્સમાં જગ્યા મળી શકે છે.
ગુજરાત ટાઇટન્સમાં સુરેશ રૈનાની એન્ટ્રીની અટકળો થઇ રહી છે, તેની પાછળનું કારણ ઇંગ્લિશ ઓપનર જેસન રોય છે. વાસ્તવમાં જેસન રોયે IPLની આ સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જે બાદ જેસન રોયના સ્થાને ટીમમાં સુરેશ રૈનાની એન્ટ્રીને લઈને ચાહકોની અપેક્ષાઓ વધી ગઈ છે અને ચાહકો રૈનાની તસવીર ટાઈટન્સ નામની જર્સી સાથે એડિટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
વાસ્તવમાં જેસન રોય લાંબા સમય સુધી બાયો બબલમાં હોવાથી થાકના કારણે ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. જેસન રોયના વિકલ્પને લઈને સુરેશ રૈનાનું નામ ટોક ઓફ ધ ટાઉન કેમ બન્યું? તેની પાછળનું કારણ એ છે કે રૈનાએ IPLમાં ગુજરાતની ફ્રેન્ચાઈઝીની કપ્તાની કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.