ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના કારણે 28મીએ રાજ્યમાં અનેક જગ્યાઓએ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે આગાહીમાં એમ પણ કહેવાયું છે કે 27મી ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે
.બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની આગાહી જોવા મળી રહી છે. આ સાથે જ 28મી ડિસેમ્બરે સામાન્ય વરસાદના કારણે ઠંડી વધે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વરસાદી સિસ્ટમ હટતાંની સાથે જ ઠંડીનો ચમકારો વધી શકે છે. કમોસમી વરસાદને લઈને જગતનો તાત પણ ચિંતામાં છે. વારે વારે થતા વરસાદના કારણે પાકને થતા નુકસાનને લઈને મુશ્કેલીની સ્થિતિ સર્જાઈ રહી છે.
ગુજરાતમાં 3-4 દિવસમાં વરસાદ નથી પણ 5મા દિવસથી એટલે કે લગભગ 28મીથી વરસાદ થઈ શકે છે. નોર્થ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. આવનારા 5 દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા છે. હાલમાં તાપમાન વધી શકે તેવી શક્યતા છે. તાપમાનમાં વધ ઘટ થાય તેવી શક્યતાઓ વધારે છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. ખેડૂતો માટે આ દિવસને લઈને સૂચના આપવામાં આવશે પરંતુ માછીમારોને માટે તેની કોઈ ખાસ અસર હાલમાં જોવા મળી રહી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.