રાયપુરમાં લોકડાઉન વચ્ચે કોરોનાથી સ્થિતિ બગડી,રોજના 100 મૃતદેહોના કરાય છે અંતિમ સંસ્કાર

રાજ્યના હેલ્થ મિનિસ્ટર ટીએસ સિંહ દેવે જણાવ્યું કે હાલત ગંભીર છે. કેસોમાં વધારો થયો છે. પોઝિટીવીટી રેટમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે જે વેન્ટિલેટર્સ મોકલ્યાં છે તે કામ કરતા નથી. કોરોના કેસો વધવાને કારણે શબઘરમાં મોટી સંખ્યામાં મૃતદેહો પડ્યાં છે.

રાયપુરમાં સ્મશાન ઘાટની સંખ્યા પણ વધારાઈ રહી છે. સોશિયલ મીડિયા પર હોસ્પિટલની કેટલીક તસવીર વાઈરલ થઈ હતી જેમાં સ્ટ્રેચર પર રખાયેલી લાશ જોઈ શકાતી હતી.

કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે બેંગ્લુરમાં કલમ 144 લાગુ પાડી દીધી છે. સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યમાં સ્વિમિંગ પુલ, જિમ, પાર્ટી પ્લોટ અને રહેણાંકના કોમ્પલેક્સના કામકાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બેંગ્લુરુ પોલીસ કમિશનર કમલ પંતે તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન, જાહેર મેળાવડા, કાર્યક્રમો તથા પ્રાર્થના પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પંજાબની અમરિન્દર સિંહ સરકાર દ્વારા જારી થયેલા આદેશાનુસર સમગ્ર રાજ્યમાં 30 એપ્રિલ સુધી રાતના 9 થી વહેલી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ અમલી રહેશે. રાજ્ય સરકારે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય મેળાવડા કે કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.